Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સારું અને સાચું હોય એ આપણે કેટલું ગ્રહણ કરીએ છીએ?

મા-દીકરાના કે મા-દીકરીના સંબંધો આજકાલ ઘણી કસોટીઓમાંથી પસાર થતાં જોવા મળે છે. વધુ પડતી માહિતી અને ગૂગલ ગુરુ તેમ જ ગેજેટ્સના કારણે કે પછી માહોલના કારણે બાળકો અને માતા વચ્ચેની વાતચીત  સાવ જુદી જ રીતે થાય છે. સ્કૂલ કે કોલેજેથી આવીને વિગતે વાતો કરવાનો કે બાજુમાં બેસીને વાતો સાંભળવાનો સમય કે માહોલ હવે ક્યાંય જોવા નથી મળતો. સામે બોલવું, રિસાઈ જવું, પોતાનું ધાર્યું કરવું  મા અને સંતાનો વચà
સારું અને સાચું હોય એ આપણે કેટલું ગ્રહણ કરીએ છીએ
મા-દીકરાના કે મા-દીકરીના સંબંધો આજકાલ ઘણી કસોટીઓમાંથી પસાર થતાં જોવા મળે છે. વધુ પડતી માહિતી અને ગૂગલ ગુરુ તેમ જ ગેજેટ્સના કારણે કે પછી માહોલના કારણે બાળકો અને માતા વચ્ચેની વાતચીત  સાવ જુદી જ રીતે થાય છે. સ્કૂલ કે કોલેજેથી આવીને વિગતે વાતો કરવાનો કે બાજુમાં બેસીને વાતો સાંભળવાનો સમય કે માહોલ હવે ક્યાંય જોવા નથી મળતો. સામે બોલવું, રિસાઈ જવું, પોતાનું ધાર્યું કરવું  મા અને સંતાનો વચ્ચેના સંબંધમાં આ વધુ જોવા મળે છે. માતા ઉપર હાથ ઉપાડી લેવો થી માંડીને માતાની હત્યા સુધી આજના સમયમાં કિસ્સાઓ જોવા મળે છે. માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવી, પ્રોપર્ટી લઈ લેવી આવા અનેક ઉદાહરણો આપણી સામે છે.  
જો કે, એક વાત એ પણ છે કે, આવા કિસ્સાઓ બને છે એના કરતા માતા-પિતાનું ધ્યાન રાખનારાઓના કિસ્સા વધુ છે. માતા-પિતા માટે કરિયરને દાવ પર લગાવી દેવી, પેરેન્ટ્સથી વધુ કંઈ જ નહીં આ પ્રકારની જિંદગી વધુ જીવાય છે. આપણી સામે આવતા કિસ્સા સમાજનું દર્પણ છે. કરુણતા આજે એ વાતની છે કે, નેગેટીવ વાત વધુ ગ્રહણ થાય છે. કોઈના આચરણમાંથી આપણે કંઈ શીખવાનું હોય તો એ સારું જ શીખવું જોઈએ એવું બધાં કહે છે, પણ આપણને નામના, પૈસાદાર હોવું, ઓછી મહેનતે વધુ કમાઈ લેવું એવું વધુ આકર્ષે છે. કોઈની સાથે આપણી સરખામણી કરીને આપણે આપણી જ જાતને ઉણી સમજવા માંડીએ છીએ. કોઈના આચરણ- વહેવાર કે વર્તનમાંથી પોઝિટિવ વાત ગ્રહણ કરીએ તો આપણી અંદર થોડી જિંદગી તો ઉમેરાવાની જ છે. સંબંધોની થોડી સમજણ પણ ગ્રહણ થાય તોય બસ છે.  
આ વાત આજે કરવાનું મન એટલે થયું કે, આજે સવારથી આખા દેશ અને દુનિયામાં એક ક્લીપ વાયરલ થઈ રહી છે. આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના માતા હીરાબાને મળવા ગયા. એમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. શાલ ઓઢાડી, મીઠાઈ ખવડાવી, હાર પહેરાવ્યો, બાની બાજુમાં બેસીને ભગવાનની પૂજા કરી. સૌથી પ્રેરણાદાયી વાત હોય તો માતાના પગ ધોઈને એ જળને માથે ચડાવ્યું. આ ક્લીપ જોઈને નરેન્દ્ર મોદીને માનનારા અને નહીં માનનારા લોકોમાં ચર્ચા થઈ જ હશે. ગુજરાતમાં એક આખી પેઢી એવી છે જેમણે નરેન્દ્ર મોદીને જ મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે સત્તા ઉપર જોયા છે. એમની સ્ટાઈલથી માંડીને એમની બોલવાની છટાના ઘણાં લોકો ફેન છે. લોકો ફિલ્મસ્ટાર્સ કે ક્રિકેટર્સના ફેન હોય છે, લેખકોના, કવિઓના ફેન હોય પણ કોઈ રાજનેતાના ફેન હોય એ બહુ ઓછું જોવા મળે છે.  
માતા અંગેના લેખોનું સંકલન કરતા એક વ્યક્તિને એમણે એક સમયે કહેલું કે, મેં બહુ નાની ઉંમરમાં ઘર છોડી દીધું હતું. મા વિશે બહુ વાતો નહીં લખી શકાય. આજે એમણે પોતાની વાત લખી છે. નિખાલસભાવે માતા અંગેની વાત કહેવાઈ છે. આ બધી વાતોને રાજકીય કે ચૂંટણીને લક્ષીને નહીં પણ એક સંબંધ તરીકે જોવા જેવી છે.  
આ ક્લીપ જોઈને થોડાક ટકા લોકોમાં પણ સુધારો આવે તો પણ બસ છે. દરેક માતાએ એના સંતાન માટે સંઘર્ષ કર્યો જ હોય છે. સંતાન કોઈપણ કક્ષાએ પહોંચે તો પણ ક્યારેય માતાનું ઋણ ચૂકવી શકાવના નથી. મા અને સંતાનનો એક એવો સંબંધ છે જ્યાં કંઈજ કન્ડિશનલ નથી. બધું જ અનકન્ડિશનલ છે. માતા બનતી દરેક સ્ત્રી આ વાત સમજતી હોય છે, અનુભવતી હોય છે. પણ આજની જનરેશનનું એક્સપોઝર જ કંઈક જુદું છે. એની સામે એટલી બધી માહિતી અને ઝાકમઝોળભરી દુનિયા છે કે, ઘણું બધું ગ્રહણ ન કરવાનું કરી લે છે.  
મા અને સંતાનની રીલેશનશીપ પણ કેટલીક ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી હોય છે. કેટલાંક કારણોથી એક દીવાલ થઈ ગઈ હોય તો અમુક પ્રકારનું વર્તન અને લાગણી  એ વાતને ભુલાવી દે છે. નરેન્દ્ર મોદીની ક્લીપને વડાપ્રધાન નહીં પણ એક દીકરાની ક્લીપ તરીકે જોઈએ તો એમાંથી નવી પેઢીએ ઘણુંબધું શીખવા જેવું છે. આખી દુનિયામાં તમારું ગમે એટલું નામ હોય, ગમે એટલા મહાન હોવ પણ મા જીવતી હોય ત્યાં સુધી તમે એના માટે બાળક જ રહેવાના છો. પગ ધોવા કે ચરણ રજ લેવાનું આચરણ જ કરવું એમ કહેવાનો ઈરાદો નથી. મા પાસે બધું જ નાનું છે. ભગવાનનું જીવતું જાગતું સ્વરુપ મા છે. એમની પાસે બેસીને બે મિનિટ વાત કરવાથી કે એના હાલ પૂછવાથી કે એની વાતો સાંભળવાથી, સમય પસાર કરવાથી દિલને જે શાતા મળવાની છે એ ઠંડા પીણા કે ઠંડા પાણીમાં નથી મળવાની. ગ્રહણ કરવા જેવી વાતને કોઈ છોછ વગર જીવનમાં ઉતારવા જેવી છે. ગમે એટલી મહાન હસ્તી હોવ પણ ઘરની અંદર મા પાસે એના સંતાનથી આગળ કંઈ જ ન હોય શકો.
Advertisement
Tags :
Advertisement

.