મમતા બેનર્જીનું હિટલર રાજ ટુંક સમયમાં સમાપ્ત થઇ જશેઃ અમિત શાહ
લોકસભામાં ભાજપને ઓછામાં ઓછી 35 બેઠકો આપો
2024ની લોકસભા ચૂંટણીમાં અમને પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછી 35 બેઠકો આપો, આ શબ્દો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના, જે તેમણે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યા..તેમણે કહ્યું કે હું તમને અપીલ કરું છું કે . જો તમે અમને 35 બેઠકો આપો તો 2025 સુધીમાં તૃણમૂલ સરકાર પડી જશે. અમિત શાહે કહ્યું કે દીદી બંગાળના લોકો માટે કામ કરતી નથી, તેઓ તેમના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે બંગાળના આગામી મુખ્યમંત્રી ભાજપમાંથી જ હશે.
દીદીના શાસનમાં બંગાળ બોમ્બ વિસ્ફોટોનું કેન્દ્રઃ અમિત શાહ
આ પ્રસંગે તેમણે રામનવમીના દિવસે થયેલી કોમી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો. તૃણમૂલની તુષ્ટિકરણની રાજનીતિએ રામ નવમીના સરઘસો પર હુમલો કરવાની હિંમત વધારી છે. સાથે જ તેમણે કહ્યું કે દીદીના શાસનમાં બંગાળ બોમ્બ વિસ્ફોટોનું કેન્દ્ર બની ગયું છે. તેમણે કહ્યું કે NIAએ તાજેતરમાં બીરભૂમમાં 80 હજારથી વધુ ડિટોનેટર અને 27 હજાર કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. જો NIAએ તેને પકડ્યું ન હોત તો બોમ્બ વિસ્ફોટોમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હોત.
દીદી અને ભત્રીજાના ગુનાને રોકવાનો એકમાત્ર ઉપાય ભાજપઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે “દીદી અને તેમના ભત્રીજાના ગુનાને રોકવાનો એકમાત્ર રસ્તો ભાજપ છે. પશ્ચિમ બંગાળમાં હિંસા, ગાયની તસ્કરી અને ઘૂસણખોરીનો અંત લાવવા માટે ભાજપ જ એકમાત્ર ઉપાય છે. અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જીનું “હિટલર રાજ” ટૂંક સમયમાં સમાપ્ત થશે.