Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chennai High Courtનો ઐતિહાસિક ચૂકાદો

Chennai High Courttએ પતિ કોમામાં છે ત્યારે મહત્વનો નિર્ણય આપી પત્નીને વાલી બનાવી છે. આ નિર્ણય એટલા માટે આપવામાં આવ્યો કે જેથી તે મિલકત વેચી શકે અને સારવાર કરાવી શકે. કોર્ટે કહ્યું કે કોમામાં જતી વ્યક્તિની સંભાળ રાખવી સરળ નથી....
chennai high courtનો ઐતિહાસિક ચૂકાદો

Chennai High Courttએ પતિ કોમામાં છે ત્યારે મહત્વનો નિર્ણય આપી પત્નીને વાલી બનાવી છે. આ નિર્ણય એટલા માટે આપવામાં આવ્યો કે જેથી તે મિલકત વેચી શકે અને સારવાર કરાવી શકે. કોર્ટે કહ્યું કે કોમામાં જતી વ્યક્તિની સંભાળ રાખવી સરળ નથી. આવી સ્થિતિમાં પૈસાની જરૂર છે.

Advertisement

પતિ કોમામાં હોવાથી પત્નીને પતિના નામે જે મિલકત છે એના ગાર્ડીયન બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટની ડબલ બેન્ચે પત્નીને પતિના વાલી તરીકે નીમી છે જેથી મહિલા મિલકત વેચી શકે અથવા ગીરો રાખી શકે જેથી  તે પતિનો મેડિકલ ખર્ચ ઉઠાવી શકે અને પરિવારનું ભરણપોષણ કરી શકે.

જે વ્યક્તિ કોમામાં છે તેની પાસે 1 કરોડ રૂપિયાથી વધુની સ્થાવર મિલકત છે. અગાઉ સિંગલ બેન્ચે મહિલાની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ મામલો ડબલ બેન્ચ સુધી પહોંચ્યો હતો.

Advertisement

કોર્ટે શું કહ્યું?

હાઈકોર્ટના જસ્ટિસ જી. આર. સ્વામીનાથન અને જસ્ટિસ પી.બી. બાલાજીએ કહ્યું કે કોમામાં જતી કોઈપણ વ્યક્તિની સંભાળ રાખવી સરળ નથી. આ માટે પૈસાની જરૂર છે. જે લોકો આ પરિસ્થિતિમાં છે તેઓને તેમની તબીબી સ્થિતિની કાળજી લેવા માટે પેરામેડિકલ સ્ટાફની જરૂર છે. આ કિસ્સામાં, સમગ્ર બોજ મહિલાના ખભા પર આવી ગયો છે. આ માટે અરજદારને સિવિલ કોર્ટમાં જવાનું કહેવું યોગ્ય નથી. હકીકતો જોતાં મહિલાને રાહત આપવી જરૂરી છે.

કોર્ટે મંજૂરી આપી છે કે તે સ્થાવર મિલકત ગીરો રાખી શકે છે અથવા વેચી શકે છે જેથી પરિવારનું ધ્યાન રાખી શકાય અને તેના પતિની સારવારનો ખર્ચ ઉઠાવી શકાય. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્રોપર્ટી વેચ્યા પછી 50 લાખ રૂપિયા પતિના નામે FD તરીકે રાખવા પડશે.  આ FD મહિલાના પતિના જીવનપર્યંત અમલમાં રહેશે.

Advertisement

આ કેસની વિગત શું છે?

ચેન્નાઈની એક મહિલાએ અરજી દાખલ કરી હતી કે તેણીને તેના પતિ જે કોમામાં છે તેના વાલી તરીકે નિયુક્ત કરવામાં આવે. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ છેલ્લા પાંચ મહિનાથી કોમામાં છે. આવી સ્થિતિમાં, તેમને બેંક ખાતાઓ ચલાવવાની અને સ્થાવર મિલકતને ગીરો રાખવા અથવા તેને વેચવાની પણ મંજૂરી આપવી જોઈએ. સિંગલ બેન્ચે કહ્યું કે મહિલાની અરજી વિચારવા લાયક નથી અને આ નિર્ણય યોગ્ય નથી પણ Chennai High Courtની ડબલ બેન્ચે આ ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે..

આ પણ વાંચો- Gurugram ના માનેસરમાં ટેક્સટાઈલ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગ ઘટના સ્થળે હાજર…

Advertisement

.