Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અહીં મુંબઈના સિદ્ધિ વિનાયકની આબેહૂબ મૂર્તિના સુરતીઓ ઘર આંગણે દર્શન કરી મનોકામના પૂર્ણ કરે છે, જાણો ક્યાં આવ્યું છે આ મંદિર

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત  પ્રથમ પૂજનીય દુંદાળા દેવની આગમનની ઘડીઓ ગણાય રહી છે.મુંબઇ બાદ સૌથી વધુ ગણેશ પ્રતિમાની સુરતમાં સ્થાપના થાય છે,આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી છે.ત્યારે ભક્તો દુંદાળાદેવની પ્રતિમાને વાજતે ગાજતે મંડપ સુધી લઈ જાય છે.જોકે ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈના...
અહીં મુંબઈના સિદ્ધિ વિનાયકની આબેહૂબ મૂર્તિના સુરતીઓ ઘર આંગણે દર્શન કરી મનોકામના પૂર્ણ કરે છે  જાણો ક્યાં આવ્યું છે આ મંદિર

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત 

Advertisement

પ્રથમ પૂજનીય દુંદાળા દેવની આગમનની ઘડીઓ ગણાય રહી છે.મુંબઇ બાદ સૌથી વધુ ગણેશ પ્રતિમાની સુરતમાં સ્થાપના થાય છે,આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી છે.ત્યારે ભક્તો દુંદાળાદેવની પ્રતિમાને વાજતે ગાજતે મંડપ સુધી લઈ જાય છે.જોકે ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈના લાલબાગના રાજા અને  સિદ્ધિ વિનાયકના દર્શન માટે જનારા ભક્તોની સંખ્યા ખૂબ મોટી છે.ત્યારે તેમને સિદ્ધિ વિનાયકના દર્શન માટે છેક મુંબઇ સુધી જવું નથી પડતું, તે માટે સુરતના પાલ વિસ્તારમાં મુંબઈની સિદ્ધિ વિનાયકની આબેહૂબ મૂર્તિ સ્થાપિત થયેલી છે.

.એટલુંજ નહી મુંબઇ સિદ્ધિ વિનાયકથી અખંડ જ્યોત લાવીને પાલના મંદિરમાં સિદ્ધિ વિનાયકની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે.મુંબઈથી લાવવામાં આવેલી અખંડ જ્યોત આજે પણ આ મંદિરમાં પ્રજ્વલિત છે.આ અંગે મંદિર ના ટ્રસ્ટી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ૨૦૦૯માં મંદિર ની સ્થાપના થઇ હતી.સુરતના લાખો ભક્તો સિદ્ધિ વિનાયકના દર્શન કરીને મનોકામના પૂર્ણ કરી રહ્યા છે.મંદિરમાં કોઈ દિવસ લોખંડનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને એ રીતે શિલ્પ શાસ્ત્ર આધારિત આ મંદિર અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે, લોકોની સંખ્યા અને ભક્તિ અનન્ય રીતે વધી રહી છે, ધર્મ પ્રત્યે વિશ્વાસ રહે તેના સમસ્ત પ્રયત્નો આ મંદિર દ્વારા કરવામાં આવે છે મંદિરમાં માત્ર ને માત્ર ધાર્મિક નહીં પણ સામાજિક પ્રકલ્પો પણ તૈયાર કરવામાં આવે છે દરેકે દરેક સમાજની વ્યક્તિઓ આ મંદિર સાથે સંકળાયેલી છે મંગળવારે લોકો પગપાળા મંદિર માં આવે છે,

Advertisement

ગણેશ ભક્તો માટે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર છે કારણે અહી આવી ભક્તો ને મન ની શાંતિ મળે છે.આ અંગે એક ભક્ત નરેન્દ્ર ચોધરી એ જણાવ્યું હતું કે આ મંદિર માં સુંદર અને સરસ ગૌ શાળા છે.અહી ગણેશ દાદા ના દર્શન પણ ખૂબજ સારી રીતે વિશાળ જગ્યા એ કરી શકાય છે.મંદિર પાછળ તાપી ના પણ દર્શન થાય છે.આસ પાસ નું વાતાવરણ પણ ખૂબજ સુંદર લાગે છે અને મંદિર પણ એક અનોખું આકર્ષણ પાડે એવું અદભુત રીતે બનાવવામાં આવ્યું છે....

પાલ સ્થિત સિદ્ધિ વિનાયકનું મંદિર સુરતીઓ માટે આસ્થાનો ઓવરો બની ગયું છે.સિદ્ધિ વિનાયકની પ્રાણ પ્રતિષ્ઠા 2009માં કરાઈ હતી.ભક્તો સિદ્ધિ વિનાયકના દર્શન માટે મુંબઇ સુધી જતા હતા આ અંગે કેટલાક ભક્તો એ કહ્યું હતું કે હવે મુંબઈ ગયા વગર એજ પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ના દર્શન થઈ જાય છે.આ મંદિર નું પણ અનેરું મહત્વ છે,.આ મંદિર ખાસ કરી ને સુરતના ભક્તોએ મુંબઇ સુધી દર્શન કરવા નહિ જવું પડે તે માટે સુરતમાં સિદ્ધિ વિનાયકની સ્થપના કરાઈ હોવાનું જાણવા મળે છે.,અહીં મૂષકજીના કાનમાં પ્રાર્થના કરવામાં આવે છે અને ત્યાર બાદ તે પ્રાર્થના તેઓ ગણેશજી સુધી વહેલા પહોંચાડી દે છે,મુંબઇ સ્થિત સિદ્ધિ વિનાયકની આબેહૂબ મૂર્તિની સ્થાપના સુરતમાં કરવામાં આવી છે.આ ઉપરાંત જ્યારે સિદ્ધિ વિનાયકની સ્થાપના કરાઈ ત્યારે મુંબઇ થી પદયાત્રા કાઢી સિદ્ધિ વિનાયકની જ્યોત લાવવામાં આવી હતી.તે જ્યોત આજે પણ સુરતના પાલના મંદિરમાં પ્રજ્વલિત છે. દરરોજના હઝારો ભક્તો સિદ્ધિ વિનાયકના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરી રહયા છે..

Advertisement

મુંબઈ મહારાષ્ટ્ર ના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ના હૂબહૂ દર્શન સુરતમાં થઈ રહ્યા છે,શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીની મૂર્તિ ની થડ જમણી તરફ વળેલી છે તે સિદ્ધપીઠ સાથે જોડાયેલી છે અને તેમના મંદિરોને સિદ્ધિવિનાયક મંદિરો કહેવામાં આવે છે. દર વર્ષે વિશ્વભરમાંથી તમામ ધર્મ અને જાતિના લોકો સુરતના આ મંદિરમાં ભગવાન ગણપતિને વંદન કરવા માટે આવે છે.ખાસ કરી ને વિદ્યાર્થીઓ અને મહિલાઓ મોટી સંખ્યમાં મંદિરમાં દર્શન માટે આવે છે.આ મંદિરની અંદર એક નાના મંડપમાં ભગવાન ગણેશના સિદ્ધિવિનાયક સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.અષ્ટવિનાયક (ગણેશના આઠ સ્વરૂપો) ગર્ભગૃહના લાકડાના દરવાજા પર જટિલ કોતરણી સાથે પ્રતિબિંબિત છે. જ્યારે અંદરની ટોચમર્યાદાને સોનાના પડથી શણગારવામાં આવી છે.

આ મંદિર બનાવવા પાછળના બે મુખ્ય કારણ હતા, ગણપતિ નિઃસંતાન મહિલાઓને બાળક થવાનું અનુદાન કરે.બીજું ભક્તો એ મુંબઈ સુધી દર્શન કરવા જવું ના પડે એ માટે અહી સિદ્ધિ વિનાયક ની આબેહૂબ સ્થાપના કરાઈ,અહી સુંદર ગૌ શાળા પણ બનાવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી પણ મૂકવામાં આવ્યા છે, સિદ્ધિ વિનાયક એ ગણેશજીનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે.ગણેશજી ની જે પ્રતિમાઓમાં સુંઢ ડાબી તરફ વળેલી હોય, તે સિદ્ધપીઠ સાથે જોડાયેલ હોય છે અને તેના મંદિર સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. કહેવાય છે કે સિદ્ધિવિનાયકનો મહિમા અપરંપાર છે અને તેઓ ભક્તોને તરત જ વાંછિત ફળ આપે છે. માન્યતા છે કે આ ભગવાન ખુબ જ જલ્દીથી ખુશ થાય છે અને એટલા જ ઝડપથી કોપિત પણ થાય છે..

Tags :
Advertisement

.