Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતી ફિલ્મો-પ્રમોશનના અભાવે ટાંયટાંય ફીશ

થિયેટર સુધી ઑડિયન્સને ખેંચી લાવવા માટે હવે બહુ મહેનત કરવી પડે છે ત્યારે ગુજરાતી પ્રોડ્યુસર એ જ ડિપાર્ટમેન્ટમાં નબળા પુરવાર થાય છે. છેલ્લા એક વર્ષમાં અમુક ગુજરાતી ફિલ્મ એટલી સરસ જોવા મળી જે જોઈને કહેવાનું મન થાય, ‘વાહ, ક્યા બાત...
ગુજરાતી ફિલ્મો પ્રમોશનના અભાવે ટાંયટાંય ફીશ

થિયેટર સુધી ઑડિયન્સને ખેંચી લાવવા માટે હવે બહુ મહેનત કરવી પડે છે ત્યારે ગુજરાતી પ્રોડ્યુસર એ જ ડિપાર્ટમેન્ટમાં નબળા પુરવાર થાય છે.

Advertisement

છેલ્લા એક વર્ષમાં અમુક ગુજરાતી ફિલ્મ એટલી સરસ જોવા મળી જે જોઈને કહેવાનું મન થાય, ‘વાહ, ક્યા બાત હૈ!’

અફસોસની વાત એ છે કે એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર બિઝનેસ કરવામાં એવી તે ફેલ ગઈ કે એના ફિગર્સ આપવામાં આપણને પણ સંકોચ થાય.

Advertisement

હા, બહુ સારી કહેવાય એવી એ ફિલ્મો બૉક્સ-ઑફિસ પર કાં તો પિટાઈ ગઈ હતી અને કાં તો ઑડિયન્સ સુધી પહોંચી જ નહીં અને આવી બાબતો

જ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન કરવાનું કામ કરે છે. જો એ ફિલ્મો બહુ સરસ હોય તો પછી એ લોકો સુધી પહોંચી કેમ નહીં, કેમ

Advertisement

બૉક્સ-ઑફિસ પર ચાલી નહીં એ પણ જાણવું જોઈએ અને એનો એકમાત્ર જવાબ છે માર્કેટિંગનો અભાવ.

હા, યોગ્ય રીતે માર્કેટિંગ થયું ન હોવાને લીધે એ ફિલ્મ ક્યારે આવી ગઈ અને ક્યારે ઊતરી ગઈ એની પણ ઑડિયન્સને ખબર નથી.

જો તમે ઑડિયન્સને એ ફિલ્મથી અવેર પણ ન કરો તો પછી કેવી રીતે એવું બને કે લોકો તમારી ફિલ્મ પર તૂટી પડે અને બૉક્સ-ઑફિસની બહાર

લાંબી લાઇનો લાગી જાય. નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ. આજનો સમય માર્કેટિંગનો સમય છે અને જ્યારે માર્કેટિંગ આજનું સર્વોપરી છે ત્યારે તમે એના વિના

બેસ્ટ રિઝલ્ટ લઈ જ ન શકો.

વિચાર તો કરો કે પાંચ રૂપિયાનાં બિસ્કિટ અને એક રૂપિયાની ચ્યુઇંગ ગમ માટે પણ જો માર્કેટિંગ અનિવાર્ય હોય, વર્લ્ડ’સ બેસ્ટ મોબાઇલનું પણ

માર્કેટિંગ જરૂરી હોય તો શું કામ ગુજરાતી ફિલ્મના માર્કેટિંગમાં કેવી રીતે ધકેલ-પંચાં-દોઢસો ચાલી શકે?

શાહરુખ ખાન એક ફિલ્મ બનાવીને ૫૦૦ જગ્યાએ એનું પ્રમોશન કરવા પહોંચે છે, અમિતાભ બચ્ચન પણ ફિલ્મના પ્રમોશન માટે તનતોડ મહેનત કરે

છે અને એવું જ બીજા બધા સ્ટાર કરે છે. અક્ષયકુમારથી માંડીને ટાઇગર શ્રોફ અને કરણ જોહરથી લઈને રોહિત શેટ્ટી જેવા ફિલ્મ-ડિરેક્ટર પણ

માર્કેટિંગમાં પૂરતું ધ્યાન આપે છે. મોસ્ટ અવેઇટેડ ફિલ્મ હોય છે તો પણ આ સ્ટાર ઍક્ટર્સ-ડિરેક્ટર્સ તનતોડ મહેનત કરે અને પોતાની ફિલ્મનું

માર્કેટિંગ કરીને ઘર-ઘર સુધી એને પહોંચાડવાની મહેનત કરતા હોય તો પછી આપણે શું કામ એ જહેમત ન ઉઠાવીએ?

Tags :
Advertisement

.