ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતનો વેક્સિનેશન અભિયાનમાં રેકોર્ડ, વેક્સિનેશન 10 કરોડને પાર

કોરોના મહામારી સામે ગુજરાતમાં વેક્સિનેશન અભિયાનને મોટી સફળતા મળી છે. રાજ્યની જનતાને 10 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.  રાજ્ય સરકારે સવારે 10 વાગ્યેને 10 મિનિટે 10 કરોડ વેક્સીનના ડોઝ આપ્યાનો રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યમાં 1 એપ્રિલ 2021થી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સૌથી પહેલા 45 વર્ષથી વધુ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી, ત્યારબાદ રાજ્યની 7 મહાનગરપાલિકા અને 3 જિલ્લામàª
12:21 PM Feb 08, 2022 IST | Vipul Pandya
કોરોના મહામારી સામે ગુજરાતમાં વેક્સિનેશન અભિયાનને મોટી સફળતા મળી છે. રાજ્યની જનતાને 10 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.  રાજ્ય સરકારે સવારે 10 વાગ્યેને 10 મિનિટે 10 કરોડ વેક્સીનના ડોઝ આપ્યાનો રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યમાં 1 એપ્રિલ 2021થી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સૌથી પહેલા 45 વર્ષથી વધુ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી, ત્યારબાદ રાજ્યની 7 મહાનગરપાલિકા અને 3 જિલ્લામાં 18 થી 44 વર્ષની વયજૂથમાં આવતા લોકોને રસી આપવામાં આવી. 
વેક્સિનેશન અભિયાનની મહેનત રંગે લાગી
વેક્સિનેશન અભિયાનને સફળ બનાવવા માટે રાજ્ય સરકારે જનજાગૃતિ અભિયાન ચલાવ્યો, તો આરોગ્ય વિભાગની ટીમે ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી વેક્સિનેશન અભિયાન પહોંચાડ્યું. વેક્સિનેશન અભિયાન માટે રાજ્ય સરકારે 'હર ઘર દસ્તક અભિયાન' શરૂ કર્યુ હતું. શરૂઆતના તબક્કામાં રસી લેવા માટે લોકોને સમજણ આપવી પડી હતી. કેટલીક પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની ટીમને લોકોના અયોગ્ય વર્તનનો પણ ભોગ બનવું પડ્યુ હતું. 
તરૂણોમાં વેક્સિનેશન અભિયાન શરૂ કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બરના અંતમાં 15 થી 17 વર્ષના તરૂણોમાં વેક્સિનેશન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સહિત દેશભરમાં 3 જાન્યુઆરીથી તરૂણોમાં વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું. 10 જાન્યુઆરીથી કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી. મહત્વનું છે કે ગુજરાત વેક્સિનેશન અભિયાનમાં દેશમાં અગ્રેસર રહ્યું છે અને રાજ્ય સરકારને રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પણ મળ્યો છે.
આ રીતે 10 કરોડ ડોઝનો રેકોર્ડ બન્યો 
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતમાં અમદાવાદના સનાથલ ગામમાં 10 કરોડ વેક્સીનનો રેકોર્ડ બન્યો. રાજ્યમાં 15થી 17 વર્ષ સુધીના 93 ટકા તરૂણો વેક્સિનેશન બાદ સુરક્ષિત છે. પ્રધાનમંત્રી મોદીએ 16 જાન્યુઆરી 2021ના દિવસે રસીકરણના મહા અભિયાનની શરૂઆત કરાવી હતી અને એક વર્ષના ગાળામાં ગુજરાતે 10 કરોડ વેક્સિનેશનનો રેકોર્ડ બનાવ્યો છે.
Tags :
CoronaGujaratVACCINATIONDRIVEvaccine
Next Article