છેલ્લા 24 કલાકમાં 1040 કેસ, વેક્સિનેટેડ લોકોની સંખ્યા 10 કરોડને પાર
રાજ્યમાં કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવાં મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1040 નવા કેસ નોંધાયા છે. તો સામે મૃત્યુ આંક પણ ઘટ્યો છે રાજ્ય઼મા છેલ્લાં 24 કલાકમાં 14 લોકોના મૃત્યુ થયા છે. પાછલાં એક અઠવાડિયાથી નવા કેસમાં ક્રમશ નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1040 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 2570 દર્દીઓ સાજા પણ થયા છે. મૃત્યુઆંક àª
02:46 PM Feb 14, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવાં મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1040 નવા કેસ નોંધાયા છે. તો સામે મૃત્યુ આંક પણ ઘટ્યો છે રાજ્ય઼મા છેલ્લાં 24 કલાકમાં 14 લોકોના મૃત્યુ થયા છે. પાછલાં એક અઠવાડિયાથી નવા કેસમાં ક્રમશ નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1040 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 2570 દર્દીઓ સાજા પણ થયા છે.
મૃત્યુઆંક સતત ઘટ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં 341, વડોદરા શહેરમાં 170, બનાસકાંઠામાં 71, વડોદરા ગ્રામ્ય 64, સુરત ગ્રામ્ય 46, સુરત શહેર 34, ખેડા 31, ગાંધીનગર શહેર 25, કચ્છ 25, મહેસાણા 24, રાજકોટ ગ્રામ્યમાં 21 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં એક વ્યક્તિનું જ્યારે વડોદરા શહેરમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત પંચમહાલ, સુરત ગ્રામ્ય, મહીસાગર, વલસાડ, જામનગર, સુરેન્દ્રનગરમાં એક કેસ નોંધાયો છે.
અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના 10 કરોડ 10 લાખ 23 હજાર 671 ડોઝ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 12,667 છે, જેમાં 84 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 11,92,841 લોકો સાજા થયા છે. તો 10,822 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના 10,10,23,671 ડોઝ આપવામાં આવ્યા છે.
Next Article