જાહેરાતો દેખાડવા માટે બે કંપનીઓએ કાપ્યા 536 વૃક્ષો, AMC એ ફટકાર્યો 1 કરોડનો દંડ
AMC: રાજ્યમાં સતત ગરમી વધી રહીં છે, તો બીજી બાજુ લોકો વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે. સૌ જાણે છે કે, વૃક્ષો છે તેના કારણે જ અત્યારે ગરમી હજી કાબુમાં છે. જો ઝાડવાના હોય તો ગરમીએ માઝા મુકી શકે છે. પરંતુ અમદાવાદની સ્થિતિ કઈક અલગ છે. અહીં કેટલીક એજન્સીઓ પોતાનો રોટકો સેકવા માટે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે. જો કે, તેમની સામે અમદાવાદ મહાનગર પાલિકા કાર્યવાહી પણ કરી રહી છે. અમદાવાદમાં પોતાની જાહેરાતના હોર્ડિગ્સ લોકો જોઇ શકે તે માટે ઝવેરી એન્ડ કંપનીએ 512 અને ચિત્રા પબ્લિસિટીએ 24 વૃક્ષો કાપી નાખ્યા હતા. અમદાવાદ શહેરમાં બંને કંપનીએ કુલ મળીને 536 ઝાડ કાપી નાખ્યો તો મ્યુનિસિપાલિટી (AMC)એ બંને કંપનીઓને 50-50 લાખનો દંડ ફટકાર્યો છે.
ચિત્રા પબ્લિસિટીએ કાપેલા ઝાડ | |
સોલા બ્રિજથી શુકન મોલ સુધી | 17 વૃક્ષો કાપ્યા |
અંકુરથી કામેશ્વર મહાદેવ મંદિર સુધી | 7 વૃક્ષ |
ઝવેરી એન્ડ કંપનીએ કાપેલા ઝાડ | |
સાણંણ ચોકડીથી સનાથલ | 214 વૃક્ષો |
વાયએમસીએ ક્લબથી કાકે દા ધાબા | 75 વૃક્ષો |
એલ.જે કેમ્પસથી ઝવેરી સર્કલ | 188 વૃક્ષો |
એશિયન ગ્લોબસ સ્કૂલથી જે-18 એપાર્ટમેન્ટ | 35 વુક્ષો |
કુલ | 536 વૃક્ષો |
તમને જણાવી દઇએ કે, બંને કંપનીને 50-50 લાખના દંડ સાથે શહેરમાં 2 હજાર છોડ વાવીને તેના સંપૂર્ણ ઉછેર રાખવાના ખર્ચનો પણ આદેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, શહેરમાં 2 હજાર છોડવાઓના ઉછેરનો તમામ ખર્ચ આ બે કંપનીઓ પાસેથી લેવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવી છે. આ સાથે સાથે બંને કંપનીઓને કરવામાં આવેલા દંડની રકમ આગામી એક જ અઠવાડિયામાં જમા કરાવવા સુચના આપવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા પબ્લિસિટીએ પોતાના જાહેરાતો દેખાય તે માટે થઈને સિજી રોડ પર મ્યુનિસિપાલિટીએ જે ઝાડ વાવ્યા હતા તે કાપી નાખ્યા હતા.
મ્યુનિસિપાલિટીએ બંને કંપનીને ફટકાર્યો 50-50 લાખનો દંડ
આ મામલે મ્યુનિસિપાલિટી એસ્ટેટ અધિકારીએ જણાવ્યું કે, આ કંપનીએ ટેન્ડરના નિયમોનો ભંગ કરીને ઝાડવા કાપ્યા છે, જેના કારણે પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેની બંને એજન્સીઓને 50-50 લાખનો દંડ કરવામાં આવ્યો અને આ દંડની રકમ એક અઠવાડિયામાં જમા કરાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.