Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Water crisis : ગુજરાતમાં ગરમી વચ્ચે જળસંકટના એંધાણ !

Water crisis: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં (Water crisis)પાણીનાં સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીનાં સ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવે રાજ્યના 207 જળાશયમાં માત્ર 44.42 ટકા પાણીનો જથ્થો જ ઉપલબ્ધ રહ્યો છે. ભરઉનાળે...
water crisis   ગુજરાતમાં ગરમી વચ્ચે જળસંકટના એંધાણ

Water crisis: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં (Water crisis)પાણીનાં સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીનાં સ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવે રાજ્યના 207 જળાશયમાં માત્ર 44.42 ટકા પાણીનો જથ્થો જ ઉપલબ્ધ રહ્યો છે. ભરઉનાળે રાજ્યના જળાશયોના તળિયા દેખાયા છે.

Advertisement

સૌરાષ્ટ્ર ના જળાશયો ના તળીયા દેખાયા

સૌરાષ્ટ્રના 141 જળાશયમાં માત્ર 20.49 ટકા પાણી રહ્યો છે તો કચ્છના 20 જળાશયમાં 33 ટકા પાણી બચ્યું છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 30.98 ટકા પાણી જ રહ્યું છે. તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.77 ટકા પાણી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં 53.42 ટકા પાણી રહ્યું છે. રાજ્યના 207 જળાશયની વાત કરીએ તો માત્રને માત્ર 44.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ રહ્યો છે. જે આંકડો રાજ્યવાસીઓ માટે ચિંતાજનક છે.24 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ સરદાર સરોવર નર્મદા ડેમમાં 50.33 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. સૌરાષ્ટ્રનાં 141 જળાશયમાં માત્ર 25 ટકા પાણી ઉપલબ્ધ હતો, જે હવે 20.40 ટકા જ રહ્યો છે. ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 34.13 ટકા પાણી ઉપલબ્ધ હતો. જ્યારે કચ્છમાં 20 જળાશયમાં 33 ટકા પાણી હતો. દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયમાં 43.77 ટકા તેમજ મધ્ય ગુજરાતનાં 17 જળાશયમાં 53 ટકા પાણીનો જથ્થો હતો.

Advertisement

રાજ્યમાં સિંચાઈનાં પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી

ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યમાં સિંચાઈનાં પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે પીવાનાં પાણીની સ્થિતે પહોંચી વળવા માટે તેમજ સિંચાઈ માટે પાણીની અછત સર્જાવાની શકયતા છે. ખેડા, સુરત, અમરેલી, બોટાદ, જામનગરના વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની તંગી સર્જાય તેવી શકયતા સેવાઈ રહી છે. જ્યારે દ્વારકા, પોરબંદર, સુરેદ્રનગરના જળાશયોમાં તળિયા દેખાયા છે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના જળાશયોમાં પાણીનું સ્તર ઘટયું છે.

Advertisement

આ પણ  વાંચો - VADODARA : બાઇક ચાલકનું અકસ્માતમાં મોત, પોલીસની ગાડી શંકાના દાયરામાં

આ પણ  વાંચો - VADODARA : હવે તો ધોળે દહાડે ય વાહનો સલામત નથી

આ પણ  વાંચો - Gujarat police : લોકરક્ષક -PSI ભરતી મામલે હસમુખ પટેલનું ટ્વીટ

Tags :
Advertisement

.