Pizza ખાતા પહેલા ચેતજો..............ડોમીનોઝના પિત્ઝામાંથી નીકળી મૃત માખી
જામનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા યથાવત ડોમીનોઝના પિત્ઝામાંથી નીકળી મૃત માખી ગ્રાહકે ઓનલાઇન 4 પિત્ઝા ઓર્ડર કર્યો હતા ફ્રેન્ચાઈઝીએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો ગ્રાહકે મહાનગરપાલિકામાં કરી ફરિયાદ ફૂડ શાખાએ બ્રાન્ચ પર હાથ ધર્યું ચેકિંગ ખાદ્ય ચીજ વસ્તુઓની ચકાસણી કરાઇ...
- જામનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા યથાવત
- ડોમીનોઝના પિત્ઝામાંથી નીકળી મૃત માખી
- ગ્રાહકે ઓનલાઇન 4 પિત્ઝા ઓર્ડર કર્યો હતા
- ફ્રેન્ચાઈઝીએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો
- ગ્રાહકે મહાનગરપાલિકામાં કરી ફરિયાદ
- ફૂડ શાખાએ બ્રાન્ચ પર હાથ ધર્યું ચેકિંગ
- ખાદ્ય ચીજ વસ્તુઓની ચકાસણી કરાઇ
- જુદા જુદા નમૂના લેવાની કાર્યવાહી કરાઈ
Advertisement
રાજ્યના વિવિધ સ્થાનો પરથી ખાવાના ભોજનમાંથી વિવિધ પ્રકારના જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે.. હવે આ વચ્ચે જામનગરમાં જાણીતી પિઝા બ્રાન્ડ એવા ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે.
Advertisement
આ અંગેની માહિતી અનુસાર, જામનગરના તળાવની પાસે આવેલા ડોમિનોઝ પિઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી. જે પછી જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો.
Advertisement
આ પણ વાંચો -ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની સૌથી વધુ આવક, ખેડૂતોને લસણના પોષણક્ષમ મળ્યા ભાવ