Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાલિકાની કચેરીએ ફાયર સિસ્ટમ "અપગ્રેડ" કારઇ

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VCM) ની ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરીમાં ફાયર સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પાલિકાની કચેરીમાં આગ અકસ્માત સમયે પાણીની મદદ મળી રહે તે માટે પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું હોવાનું સપાટી...
vadodara   પાલિકાની કચેરીએ ફાયર સિસ્ટમ  અપગ્રેડ  કારઇ
Advertisement

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VCM) ની ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરીમાં ફાયર સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પાલિકાની કચેરીમાં આગ અકસ્માત સમયે પાણીની મદદ મળી રહે તે માટે પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. શહેરભરના વિવિધ જગ્યાઓની ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનોની ચિંતા કરી ચકાસણી કરાવતી પાલિકાની કચેરીની ફાયર સિસ્ટમ અપગ્રેડ થઇ રહી છે. આ જોઇને જે કચેરીઓ બાકી રહી ગઇ હોય, ત્યાંના જવાબદાર અધિકારીઓ દ્વારા આગળ આવવું જોઇએ.

Advertisement

ફાયર પેનલ પણ લગાડવામાં આવી

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઇને ચકાસણી કરવામાંં આવી રહી છે. વડોદરાનું પાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. અને આ અંગે હોસ્પિટલો, મોલ, ગેમઝોન સહિતના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેવામાં આજે પાલિકાની મુખ્ય કચેરી ખાતે સભાશાખા નજીક ફાયર સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે. આગ અક્સમાત સમયે પાણી મળી રહે તે માટે સ્પેશિયલ લાઇન નાંખવામાં આવી રહી છે. સાથે જ ફાયર પેનલ પણ લગાડવામાં આવી છે. જે પંપ જોડે જોડાયેલી હશે.

Advertisement

અસરકારકતાથી સામનો કરી શકાશે

કામ કરતા કર્મી જણાવે છે કે, આ ફાયરની લાઇન છે. ત્રણ-ચાર કલાકમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે. બે જગ્યાએ આ સિસ્ટમ લગાડવામાં આવી રહી છે. પાલિકા તરફથી આ કામગીરી લગાડવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીને આ કામ સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પહેલા પાલિકાની કચેરીની ફાયર સેફ્ટીની સુરક્ષા ફાયર એક્સ્ટીંગ્યુશર પર વધારે આધારિત હતી. હવે તેને અપગ્રેડ કરવામાં આવતા આગ સમયે વધુ અસરકારકતાથી સામનો કરી શકાશે.

આ પણ વાંચો -- VADODARA : કારેલીબાગ આવાસ યોજનાના મકાનોની ફાયર NOC શંકાના દાયરામાં

Tags :
Advertisement

.

×