VADODARA : VMC ના ચેરમેને ભાજપના કોર્પોરેટરને કહ્યું "તમારૂ કામ નહી થાય"
VADODARA : વડોદરા (VADODARA) ના નવાપુરા વિસ્તારમાં ગંદા અને કાળા પાણીની સમસ્યા સામે લોકોનો મોરચો લઇને ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકા પાલિકા કમિશનરમે મળવા પહોંચ્યા હતા. ત્યાં પાલિકાના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી પણ હાજર હતા. તેવામાં કોર્પોરેટરના વિસ્તારની રજુઆત કરવા જતા ચેરમેને તુમાખીભર્યુ વર્તન કરતા તમે બધા કામો સ્ટેન્ડિંગમાં મંજુર નથી કરતા, એટલે તમારૂ કામ નહી થાય, તેવો આરોપ મુકવામાં આવ્યો છે. તો બીજી તરફ અચંબામાં મુકે તેવો વ્યવહાર જણાતા કોર્પોરેટરે રોકડું પરખાવતા કહ્યું કે, તમે આવું જૂઠું ના બોલો, તમે સાચુ બોલો
વિસ્તારમાં કાળુ પાણી આવી રહ્યું છે
સમગ્ર મામલે BJP મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકા જણાવે છે કે, મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળુ પાણી આવી રહ્યું છે. જેને લઇને હું કમિશનર સાહેબને મળવા માટે આવી હતી. પાલિકાના ચેરમેનને પણ મેં રજૂઆત કરી હતી કે, મારા વિસ્તારમાં કાળુ પાણી આવે છે. હું નવાપુરા, કહાર મહોલ્લામાં ગઇ ત્યારે સાથે શિક્ષણ સમિતિના સભ્ય નિલેશભાઇ હતા. લોકોમાં રોષ છે. આખા વિસ્તારમાં કાળુ પાણી આવી રહ્યું છે. હું સ્થાનિકોને લઇને આવી, ત્યારે પાલિકા કમિશનર દ્વારા ખુબ જ સારો જવાબ આપવામાં આવ્યો, અધિકારીએ જવાબ આપ્યો.
બાદમાં તેઓ ફરી ગયા
વધુમાં તેમણે કહ્યું કે, કમિશનરે કહ્યું કે, બહેન કમારા કામો હાથ પર લીધા છે. ત્યારે ચેરમેન એકદમ ગુસ્સે થઇને બોલ્યા કે, નહી થાય કામ, તમે બધા કામો સ્ટેન્ડિંગમાં મંજુર નથી કરતા, એટલે તમારૂ કામ નહી થાય. બધાની હાજરીમાં તેઓ આવું બોલ્યા છે, તેનું અમને દુખ છે. બાદમાં તેઓ ફરી ગયા હતા. એટલે મે કહી દીધું કે, તમે આવું જૂઠું ના બોલો, તમે સાચુ બોલો, તમને પ્રજા ચૂંટીને લાવી છે, એટલે તેમના કામ કરવા જોઇએ.
દરવાજો ખોલીને અન્ય સાથે ઘૂસી ગયા
આ અંગે પાલિકાના ચેરમેન શિતલ મિસ્ત્રી જણાવે છે કે, મ્યુનિસિપલ કમિશનર ટ્રેઇનીંગમાં હતા, દરમિયાન રજા પર હતા. એક મહિના દરમિયાન મહત્વના મુદ્દાઓને લઇને તેમની જોડે મીટિંગ ચાલતી હતી. દરમિયાન જાગૃતિબેન કાકાએ દરવાજો ખોલીને અન્ય સાથે ઘૂસી ગયા હતા. તેમને રોકતા તેમણે સ્થાઇ સમિતીની સભ્ય છું તેમ કહ્યું. તેમના પાણીના પ્રશ્ને તાત્કાલીક અધિકારીને બોલાવ્યા, અને જરૂરી સુચના આપી હતી. ત્યાર બાદ ફાયર સ્ટેશનની વાત નિકળી, ત્યારે તેમણે તે ના કરવા માટે રજુઆત કરી હતી. બાદમાં અધિકારીઓએ સમજાવતા તેઓ ફરી કામ માટે માની ગયા હતા.
તમે સ્ટેન્ડિંગને બાનમાં લો છો !
વધુમાં તેમણે ઉમેર્યું કે, વારેઘડીએ તમે અભ્યાસ કર્યા વગર કામ નામંજુર કરો, પછી મંજુર કરો, તમે મોટા અવાજે બોલો છો, તમે સ્ટેન્ડિંગને બાનમાં લો છો ! હંમેશા શિસ્તનો અભાવ જોવા મળે છે. ચેરમેન તરીકે માન-સન્માન પણ નથી આવતા. કાયમ અમારી પર આક્ષેપ કરવાના તેવું તેમનું વર્તન છે.
આ પણ વાંચો -- VADODARA : કોરોનાકાળ બાદથી ઉદ્ભવેલી સમસ્યાનો અંત