VADODARA : અંગ દઝાડતી ગરમી વચ્ચે ડામરની કંપનીમાં ભીષણ આગ
VADODARA : વડોદરા શહેર-જિલ્લામાં અંગ દઝાડતી ગરમી (VADODARA - HOT SUMMER) માં નંદેસરીમાં આવેલી ડામર બનાવતી કંપનીમાં ભીષણ (VADODARA - TAR COMPANY CAUGHT FIRE) આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ફાયર બ્રિગેડના જવાનોએ મહામુશ્કેલીએ તપતી ગરમીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ પર કાબુ મેળવી લીધા બાદ નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આગને પગલે ધુમાડા દુર દુરથી જોઇ શકાતા હતા. જેને લઇને વિસ્તારમાં દહેશન વ્યાપી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
વિશેષ પ્રકારના ફોમનો ઉપયોગ
વડોદરા પાસે નંદેસરીમાં આવેલી એનટીપી ટાર કંપનીમાં ભરબપોરે આગની ઘટના સામે આવી હતી. એક તરફ શહેર જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, તેમાં ભરબપોરે આ ઘટના સામે આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ તરી દીધા હતા. ડામરની કંપનીમાં આગ લાગી હોવાથી તેને કાબુમાં લેવા માટે વિશેષ પ્રકારના ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ધુમાડા દુર દુર સુધી જોવા મળ્યા
નંદેસરી ફાયર બ્રિગેડથી બે ફાયર ફાઇટરને ઘટના સ્થળે જવા રવાના કરી દેવામાં આવ્યા હતા. ફાયર ફાયટરોની સવા કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે, મોટી માત્રામાં કેમિકલ ફોમનો ઉપયોગ કર્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગ કાબુમાં લીધા બાદ સ્થળ પર નુકશાનીનો સરવે હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં ધુમાડા દુર દુર સુધી જોવા મળતા વિસ્તારમાં દહેશત વ્યાપી હતી. જો કે, ગણતરીના સમયમાં આગ કાબુમાં કરી લેવાતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
કામગીરીની ચોતરફથી સરાહના
અત્રે નોંધનીય છે કે, અંગ દઝાડતી ગરમીમાં ફાયરના લાશ્કરોની આગ પર ત્વરીત કાબુ મેળવવાની કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. સાથે જ કંપનીએ પણ આગ અકસ્માત સમયે પહોંચી વળવા જરૂરી સુવિધાઓ તૈયાર રાખવી જોઇએ તેવો ગણગણાટ સપાટી પર આવી રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : કાંસની ઉંડાણપૂર્વક સફાઇ કરવા કામે લાગ્યું “ડ્રેઇન માસ્ટર”