Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પોલીસ ભવન પહોંચેલા યુવકે કહ્યું, "મમ્મી હેરાન કરે છે, હવે હદ...."

VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા કાર્યરત ઝીંદગી હેલ્પલાઇન (ZINDAGI HELPLINE) થકી ડિપ્રેશનમાં આવી ગયેલા એક યુવકને આત્મહત્યાના વિચારો તરફ આગળ વધતા અટકાવવામાં સફળતા મળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં યુવક પોલીસ ભવન ખાતે પોતાની સમસ્યા લઇને...
vadodara   પોલીસ ભવન પહોંચેલા યુવકે કહ્યું   મમ્મી હેરાન કરે છે  હવે હદ

VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા કાર્યરત ઝીંદગી હેલ્પલાઇન (ZINDAGI HELPLINE) થકી ડિપ્રેશનમાં આવી ગયેલા એક યુવકને આત્મહત્યાના વિચારો તરફ આગળ વધતા અટકાવવામાં સફળતા મળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં યુવક પોલીસ ભવન ખાતે પોતાની સમસ્યા લઇને પહોંચ્યો હતો. જ્યાં તેની વાત સાંભળી અને વધુ મદદ માટે સ્થાનિક પોલીસની શી ટીમને સોંપવામાં આવ્યો હતો. કાઉન્સિલીંગ બાદ તેની મનોસ્થિતી સુધારા પર હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

Advertisement

કાઉન્સિલીંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરા પોલીસ ભવનમાં 5 , મે ના રોજ કમલ (નામ બદલ્યું છે) રાત્રે 10 - 30 કલાકના આરસામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે, તેની મમ્મી હેરાન કરે છે. અને હવે તેની સહનશક્તિની હદ આવી ગઇ છે. તે ડિપ્રેશનમાં આવી ગયો છે. અને તેને આત્મહત્યાના વિચારો આવી રહ્યા છે. યુવકની વાતના શાંતિપૂર્વક રીતે સાંભળીને ઝીંદગી હેલ્પલાઇનના મહિલા કર્મીઓ દ્વારા તેને સાંત્વના પાઠવવામાં આવી હતી. અને શાંતિપુર્વક રીતે તેનું કાઉન્સિલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પરિસ્થિતીનો સામનો કરશે

બાદમાં જે. પી. રોડ પોલીસ મથકને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જે. પી. રોડ પોલીસ મથકની શી ટીમ દ્વારા યુવકને લઇ જઇ તેની સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. દરમિયાન તેણે નિવેદન આપ્યું કે, તે થોડાક સમય માટે વિચારહિન થઇ ગયો હતો. અને આત્મહત્યાના નકારાત્મક વિચારો ઘેરી વળતા તેને જીંદગી હેલ્પલાઇન યાદ આવી હતી. તેનું કાઉન્સિલીંગ હાથ ધરવામાં આવતા તેને સારૂ અનુભવાતું હતું. અને પોતે આત્મહત્યાનો વિચાર ન કરી પરિસ્થિતીનો સામનો કરશે તેમ જણાવ્યું હતું. હાલમાં નિષ્ણાંત દ્વારા યુવકનું કાઉન્સિલીંગ ચાલી રહ્યું છે. અને હવે તેની માનસીક સ્થિતી સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. આણ, જીંદગી હેલ્પલાઇન દ્વારા યુવકને આત્મહત્યા તરફ જતા અટકાવવામાં સફળતા મળી હતી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : નવરચના યુનિ. સહિત અનેક સ્થળે ફાયર વિભાગની કાર્યવાહી

Advertisement
Tags :
Advertisement

.