Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇ જિલ્લા તંત્રને વધુ સક્ષમ બનાવતા માસ્ટર ટ્રેનર્સ

VADODARA : લોકસભા (LOKSABHA) સામાન્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૪ (GENERAL ELECTION 2024) અને ૧૩૬- વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પ્રિસાઇડીંગ ઓફિસર, મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર તેમજ મતદાન સ્ટાફને તાલીમ આપી શકે તે માટે માસ્ટર ટ્રેનર્સને...
vadodara   લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇ જિલ્લા તંત્રને વધુ સક્ષમ બનાવતા માસ્ટર ટ્રેનર્સ

VADODARA : લોકસભા (LOKSABHA) સામાન્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૪ (GENERAL ELECTION 2024) અને ૧૩૬- વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પ્રિસાઇડીંગ ઓફિસર, મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર તેમજ મતદાન સ્ટાફને તાલીમ આપી શકે તે માટે માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવા અર્થે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક ટાંકની અધ્યક્ષતામાં યોજાયેલા આ તાલીમ વર્ગમાં વડોદરા શહેર-જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના ૧૦૦ થી વધારે માસ્ટર ટ્રેનર હાજર રહ્યા હતા.

Advertisement

વિવિધ મુદ્દાઓ તેમજ જોગવાઇઓથી દરેકને માહિતગાર કર્યા

વિવેક ટાંકે શહેર-જિલ્લામાંથી હાજર રહેલા વિવિધ માસ્ટર ટ્રેનરને ચૂંટણી વખતે રાખવાની તકેદારીઓ તેમજ શું કરવુ શું ન કરવું, ચૂંટણી સંલગ્ન વિવિધ મુદ્દાઓ તેમજ જોગવાઇઓથી દરેક ટ્રેનરને માહિતગાર કર્યા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ માસ્ટર ટ્રેનર્સની મૂંઝવણો તેમજ તેમને ઉદભવેલા પ્રશ્નોના તર્કસંગત જવાબ આપીને તેમને માહીતગાર કર્યા હતા.

તાલીમાર્થીઓને તબક્કાસભર માહિતી આપી

આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ માસ્ટર ટ્રેનર્સ તેમજ નવા ટ્રેનરને તાલીમ અર્થે તાલીમને મશીન વિભાગ તેમજ થિયરી વિભાગમાં વિભાજીત કરીને તબક્કાવાર માહિતી આપી હતી. તેમજ આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઇવીએમ મશીન, વીવીપેટ મશીન તેમજ તેમાં થયેલા નવા સુધારા વિશે તાલીમાર્થીઓને તબક્કાસભર માહિતી આપી હતી. ગત ચૂંટણીના અનુભવો જણાવી તાલીમમાં ઉપસ્થિત રહેલા માસ્ટર ટ્રેનર્સને ન વિવિધ પગલાઓ વિશે તેમજ ચૂંટણી વખતે રાખવાની તકેદારી વિશેના સૂચનો આપવામાં આવ્યા હતા.

Advertisement

શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન વધુ વેગવાન બન્યું

મતદાર જાગૃતિ અંતર્ગત જેના ભાગરૂપે તા.૨૬ માર્ચના રોજ શાળાઓમાં મતદાન અંગે રેલી,તા.૨૭ના રોજ મતદાન જાગૃતિને લગતી ક્વિઝ,પોસ્ટર,ચિત્ર ,નિબંધ તેમજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૨૮ માર્ચના રોજ રંગોળી સ્પર્ધા, તા.૩૦ના રોજ શાળાઓમાં વિદ્યાર્થીઓને મતદાન પ્રક્રિયા અંગે જાગૃત કરવા તા.૧ એપ્રિલના રોજ હેલ્પલાઇન ૧૯૫૦ અંગે વિદ્યાર્થીને સમજ આપવી તેમજ મતદાન માટેના સ્કીટ્સ તેમણે ડ્રામા કોમ્પિટિશન તા.૨ એપ્રિલના રોજ બી.એલ.ઓ દ્વારા શાળામાં વાર્તાલાપ, સેલ્ફી પોઇન્ટ,તા.૨૩ એપ્રિલના રોજ ચિત્ર,વકતૃત્વ સ્પર્ધા,તા.૨૬ એપ્રિલના રોજ જાહેર સ્થળોએ શેરી નાટક તા.૩૦ એપ્રિલના રોજ સાઈકલ રેલી, તા.૨ મે ના રોજ શિક્ષકો દ્વારા બાઈક રેલી અને તા.૪ મે ના રોજ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો --VADODARA : રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી, કહ્યું “10 દિવસથી બદનામી થઇ રહી છે, મેં ટીકીટ સમર્પિત કરી”

Advertisement

Tags :
Advertisement

.