Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કમાટીબાગની જોય ટ્રેન માત્ર નામ પુરતી જ રહી

VADODARA :વડોદરા (VADODARA) ના કમાટીબાગ (KAMATI BAUG ZOO) માં આવેલી જોય ટ્રેન (JOY TRAIN) આ વર્ષે વેકેશન દરમિયાન માત્ર નામ પુરતી જ રહી ગઇ છે. તંત્ર દ્વારા જોય ટ્રેન બંધ કરવામાં આવતા વેકેશન દરમિયાન બાળકો અને મોટેરાઓ તેનો આનંદ નહિ...
vadodara   કમાટીબાગની જોય ટ્રેન માત્ર નામ પુરતી જ રહી

VADODARA :વડોદરા (VADODARA) ના કમાટીબાગ (KAMATI BAUG ZOO) માં આવેલી જોય ટ્રેન (JOY TRAIN) આ વર્ષે વેકેશન દરમિયાન માત્ર નામ પુરતી જ રહી ગઇ છે. તંત્ર દ્વારા જોય ટ્રેન બંધ કરવામાં આવતા વેકેશન દરમિયાન બાળકો અને મોટેરાઓ તેનો આનંદ નહિ માણી શકે. મધ્યગુજરાતમાં માત્ર વડોદરામાં જ આ પ્રકારે જોય ટ્રેન ચાલે છે. જેને હાલ બંધ કરવામાં આવી હોવાની વાતથી અજાણ અસંખ્ય લોકો રોજ અહિંયા મુલાકાતે આવે છે. અને નિરાશ થઇને પરત ફરે છે.

Advertisement

વેકેશનમાં વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો

વડોદરાનું કમાટીબાગ મધ્યગુજરાતના મહત્વના આકર્ષણોમાં સ્થાન પામે છે. કમાટીબાગમાં આવેલી જોય ટ્રેન પ્રત્યે સહેલાણીઓને એક અલગ જ લગાવ છે. પરંતુ લાંબા સમયથી જોય ટ્રેન બંધ હોવાના કારણે સંચાલકોને આર્થિક ફટકો પડી રહ્યો છે. સાથે જ ખાસ કરીને વેકેશનમાં જોય ટ્રેનની રાઇડનો આનંદ લેવા માટે આવતા બાળકો અને તેમના માતા-પિતાઓએ વિલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે. સહેલાણીઓ અને સંચાલકો બંને જોય ટ્રેન જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી માગ મુકી રહ્યા છે.

ટ્રેન શરૂ કરવા અંગે કોઇ જાણકારી નથી

ટ્રેન સંચાલક જણાવે છે કે, વડોદરામાં બોટ દુર્ઘટના થઇ ત્યારે અમને ટુંક સમય માટે ટ્રેન બંધ રાખવા માટે જણાવ્યું હતું. પરંતુ હવે ઘણો સમય થઇ ગયો છે. વડોદરામાં વેકેશનમાં સહેલાણીઓ પાછા જાય છે. બાળકો અને મોટેરા આવે છે. પાલિકા દ્વારા માંગેલી તમામ માહિતી પુરી પાડવામાં આવી છે. છતાં તેમણે ટ્રેન શરૂ કરવા અંગે કોઇ જાણકારી આપી નથી. રાઇડ પણ બંધ છે. વેકેશન હોવાથી વહેલી તકે જોય ટ્રેન ચાલુ થાય, અમે તેમને કોઇ જવાબ આપી શકતા નથી. અત્યાર ગુજરાત બહારથી પણ અસંખ્ય લોકો આવે છે. પરંતુ જોય ટ્રેન બંધ હોવાથી તેઓ નિરાશ થાય છે. અમારે આર્થિક નુકશાન તો ઘણું થઇ રહ્યું છે. ચાલુ કરવાની મંજૂૂરીની રાહ જોઇ રહ્યા છીએ.

Advertisement

મુંબઇથી મહેમાન લઇને આવ્યા

સહેલાણી કેયા રૂપેરા મીડિયા સાથે વાત કરતા જણાવે છે, અમે કમાટીબાગમાં આવ્યા છીએ. અને ટ્રેનમાં બેસવાનો ઘણો ઉત્સાહ હતો. પરંતુ ત્રણ મહિનાથી ટ્રેન બંધ હોવાથી નિરાશ થયા છીએ. અમે મુંબઇથી મહેમાન લઇને આવ્યા છીએ. ટ્રેન બંધ છે તે ન ગમ્યું. ટ્રેન જલ્દીથી ચાલુ થવી જોઇએ. વેકેશનમાં ટ્રેનમાં બેસવાની ઘણી મજા આવે છે.

આ પણ વાંચો --VADODARA : ચોરીની આશંકાએ દંડા વડે બેરહેમી પૂર્વક માર મરાયો

Advertisement

Advertisement

.