VADODARA : કોંગી અગ્રણી પોલીસ કમિશનરની મુલાકાતે, બે મુદ્દે કાર્યવાહી કરવા રજૂઆત
VADODARA : વડોદરા (VADODARA) માં હરણી બોટકાંડમાં (HARNI BOAT ACCIDENT) જવાબદાર સરકારી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ તથા તાજેતરમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના નેતા અને કોર્પોરેટર દ્વારા વિરોધ દર્શાવવા મામલે ફરિયાદની માંગ સાથે કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીની આગેવાનીમાં પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવી છે. રૂત્વિજ જોશી જણાવે છે કે, કોર્પોરેશન પગલાં નથી લેતું, કોંગ્રેસ પક્ષ રજૂઆત કરીને થાકી ગયું છે. પોલીસ કમિશનર પાસેથી અમને આશા છે, એટલે અમે આવ્યા છીએ.
શું તે સરકારી જમાઇ છે ?
પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચેલા શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી જણાવે છે કે, હરણી બોટકાંડના નિર્દોશ બાળકોના પરિવારને ન્યાય નથી મળ્યો, હાઇકોર્ટમાં જે મેટર ચાલી રહી છે, તે ચાલી રહી છે. પેરેન્ટ્સની રજુઆત છે કે, જે કોટિયા પ્રોજેક્ટ્સ છે, તેમને પાલિકામાં કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે, પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા. આ બનાવતી દસ્તાવેજો કોણે બનાવ્યા, તેના પર સહી જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશન, તત્કાલીન મેયર સહિત જેઓની સહી હતી, જે કંપનીનું અસ્તિત્વ જ નથી, તેને એક વર્ષ પહેલા જ કહી દેવામાં આવ્યું, લેટર પેડ પણ બની ગયા હતા. તેને 30 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાની વાત થઇ, શું તે સરકારી જમાઇ છે ?
જાણે અમે ગુનેગાર હોઇએ
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડોદરામાં આવા બનાવ બન્યા કેમ આવા તત્વોને છાવરવામાં આવે છે ? કોર્પોરેશન પગલાં નથી લેતું, કોંગ્રેસ પક્ષ રજૂઆત કરીને થાકી ગયું છે. પોલીસ કમિશનર પાસેથી અમને આશા છે, એટલે અમે આવ્યા છીએ. બીજી અમારી રજૂઆત છે કે, વડોદરાના કોંગ્રેસ કાર્યાલય પર બે દિવસ પહેલા ભાજપના ગણતરીના કોર્પોરેટર અને આગેવાનો દ્વારા હલ્લાબોલ અને નાટક કર્યું, તે મામલે આજસુધી પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી નથી. કોંગ્રેસ પાર્ટી જ્યારે આંદોલન અથવા વિરોધ કરવા જઇએ તો આગલી રાત્રે પોલીસ પકડી જાય. જાણે અમે ગુનેગાર હોઇએ. અને બીજેપીના નેતાઓ આટલા મોટા ટોળામાં આવ્યા, એક કલાક રોડ પર ઉભા રહ્યા. અને તેમની સામે કોઇ ફરિયાદ નહી. તેમની સામે કેસ થયા નથી. બેવડી નિતી સામે રજુઆત કરવા અમે આવ્યા છીએ.
દેશદ્રોહની કલમ લાગવી જોઇએ
મૃતક સંતાનના પિતા મોહંમદ માહિર હુસૈન જણાવે છે કે, એક મહિના પહેલા અમે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવા માટે અરજી આપી હતી. ,જેના પાપે અમારા છોકરા ગયા છે. અમારૂ ઘર સુનુ થઇ ગયું છે. જે લોકો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે, તેમના છોકરા નથી ? શું તેઓ તેમની પત્ની સાથે આંખ મીલાવીને વાત કરી શકતા હશે ? 12 માતાઓના ખોળા સુના કરી દીધા, છતાં આરોપીઓને બચાવવાનું કામ કરે છે. તો શું અધિકારીઓના સંતાનો નથી ? જે અધિકારીએ તપાસ કરી છે, અને કોર્ટે ના પાડી દીધી છે, તેની સામે ફરિયાદ નોંધાવવી જોઇએ. ફક્ત ભ્રષ્ટાચાર જ નહિ પરંતુ દેશદ્રોહની કલમ લાગવી જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : જર્જરિત આવાસમાં મોતની ઘટના બાદ વિજિલન્સ તપાસની માંગ