Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : આચાર સંહિતા લાગુ થતા હોદ્દેદારોના સરકારી વાહન જમા, જાણો હવે ક્યાં ઉપયોગ થશે

VADODARA : આજે લોકસભા 2024 (LOKSABHA 2024) ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સાત તબક્કામાં દેશભરમાં ચૂંટણીઓ યોજાશે. ચૂંટણીની જાહેરાત બાદથી આદર્શ આચાર સંહિતા (MODEL CODE OF CONDUCT) લાગુ થઇ ગઇ છે. જેથી વડોદરામાં  ચૂંટાયેલા હોદ્દેદારોના સરકારી વાહનોને વ્હીકલ પુલમાં જમા...
vadodara   આચાર સંહિતા લાગુ થતા હોદ્દેદારોના સરકારી વાહન જમા  જાણો હવે ક્યાં ઉપયોગ થશે

VADODARA : આજે લોકસભા 2024 (LOKSABHA 2024) ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સાત તબક્કામાં દેશભરમાં ચૂંટણીઓ યોજાશે. ચૂંટણીની જાહેરાત બાદથી આદર્શ આચાર સંહિતા (MODEL CODE OF CONDUCT) લાગુ થઇ ગઇ છે. જેથી વડોદરામાં  ચૂંટાયેલા હોદ્દેદારોના સરકારી વાહનોને વ્હીકલ પુલમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ વાહનો પરત કરવામાં આવશે.

Advertisement

સરકારી વાહનો જમા

લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત બાદ આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. આચાર સંહિતા લાગુ હોવાથી નિયમોનું ચુસ્ત પાલન કરવું પડે છે. જે પૈકી નિયમ અનુસાર, ચૂંટાયેલા પદાધિકારીઓ સરકારી વાહનોનો ઉપયોગ કરી શકે નહિ. જેથી આજરોજ આચારસંહિતા લાગુ તા જ વડોદરામાં ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા સરકારી વાહનો જમા કરાવી દેવામાં આવ્યા છે. આ વાહનોને આદર્શ આચાર સંહિતા પૂર્ણ થયા બાદ પરત કરવામાં આવશે. એટલેકે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જે તે હોદ્દેદારને તેમનું વાહન આપી દેવામાં આવનાર છે.

વાહનોનો ઉપયોગ કરાશે

આદર્શ આચાર સંહિતા લાગુ થતા જ તુરંત વાહનો જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરાના વ્હીકલ પુલના કર્મચારી જણાવે છે કે, આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને દંડક ના વાહનોને વ્હીકલ પુલ ખાતે જમા લઇ લેવામા્ં આવ્યા છે. આ વાહનોનો ચૂંટણીમાં ઉપયોગ કરી શકાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીને ફાળવવામાં આવનાર છે.

Advertisement

પરિણામ 4 જૂને આપણા સમક્ષ હશે

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આચાર સંહિતા લાગુ થયા બાદ હવે તમામ ઉમેદવારો લોકો સમક્ષ જઇને વોટ માંગશે. દેશે કોને પસંદ કર્યા છે તેનું પરિણામ 4 જૂને આપણા સમક્ષ હશે.

આ પણ વાંચો -- Gujarat lok Sabha Eleciton : જાણો ગુજરાતમાં ક્યારે અને કયાં તબક્કામાં થશે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણી

Advertisement

Tags :
Advertisement

.