Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : RPF ની મહેનત પુરસ્કૃત કરતા રેલવે સત્તાધીશો

VADODARA : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સે (WESTERN RAILWAY - VADODARA DIVISION - RAILWAY PROTECTION FORCE) કોરોનાના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા નડિયાદ-મોડાસા રેલવે સેક્શન પર ઓવરહેડ વીજ વાયરના ચોરોને પકડીને નોંધપાત્ર સફળતા મેળવી છે. રેલવે સત્તાધીશો દ્વારા આરપીએફની...
vadodara   rpf ની મહેનત પુરસ્કૃત કરતા રેલવે સત્તાધીશો
Advertisement

VADODARA : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સે (WESTERN RAILWAY - VADODARA DIVISION - RAILWAY PROTECTION FORCE) કોરોનાના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા નડિયાદ-મોડાસા રેલવે સેક્શન પર ઓવરહેડ વીજ વાયરના ચોરોને પકડીને નોંધપાત્ર સફળતા મેળવી છે. રેલવે સત્તાધીશો દ્વારા આરપીએફની આ કામગીરીને બિરદાવતા તેમને પુરસ્કૃત કરવામાં આવી છે. જેને લઇને રેલવે ફોર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

વિભાગીય સુરક્ષા કમિશનર ધરમરાજ રામે જણાવ્યું હતું કે રેલ્વે પ્રોટેક્શન ફોર્સના જવાનો દ્વારા નડિયાદ-મોડાસા રેલ્વે વિભાગ પર ઓએચઈ વાયરની ચોરીના ગુના પર સખત મહેનત અને સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતુ. ટીમ દ્વારા ચોરીના આરોપીઓને રાજસ્થાનના ભીલવાડા જીલ્લા અને હિંમતનગર, અરવલ્લી, ખેડા તથા અમદાવાદ વિસ્તારમાં ચોરીના આરોપીઓને પકડી પાડવા માટે અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન ખેડાના રહેવાસી રાકેશ અને ભીલવાડાના રહેવાસી દુલ્લાનાથને પકડીને ભારતીય રેલ્વે અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ચોરીનો આખો વાયર પણ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 2.5 લાખ રૂપિયા હતી.

Advertisement

રોકડ પુરસ્કારથી સન્માનિત

આ માટે વિભાગીય સ્તરે, મદદનીશ સુરક્ષા કમિશનર સૂર્યવંશ પ્રસાદની આગેવાની હેઠળ, આઈપીએફ ચંદ્ર મોહન અને વિક્રમ બલોડાની ટીમે ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને સતત દેખરેખ રાખી હતી, જેના કારણે આરોપીઓ ઝડપાયા હતા. આ કેસમાં ફરાર પાંચ આરોપીઓના ઠેકાણાઓ પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર જીતેન્દ્ર સિંહે આરપીએફ ટીમની કાર્યવાહી અને સખત મહેનતની પ્રશંસા કરી અને તેમને પ્રશસ્તિપત્ર, મેડલ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

Advertisement

ઉત્સાહ અને જોશનો ઉમેરો

આમ, આરપીએફના જવાનો દ્વારા કરવામાં આવેલી કામગીરીની રેલવે સત્તાધીશો દ્વારા સરાહના કરવામાં આવી છે. જે આવનાર સમયમાં તેમને વધુ ઉત્સાહ અને જોશ સાથે કામગીરી કરવા માટે પ્રેરશે તેમ મનાઇ રહ્યું છે.

આ પણ વાંચો -- Forecast : સાચવજો, રાજ્યમાં આ શહેરમાં નોંધાશે 47 ડિગ્રી તાપમાન…

Tags :
Advertisement

.

×