Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગુજરાતમાંથી મોંઘીદાટ બાઇકો ચોરી રાજસ્થાન લઇ જતા ત્રણ ઝબ્બે

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા બાતમીના આધારે ખાનગી રાહે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ જણાતી બાઇક આવતા તેને અટકાવી ચાલકની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી ચોરીનો રાઝ ખુલવા પામ્યો છે....
vadodara   ગુજરાતમાંથી મોંઘીદાટ બાઇકો ચોરી રાજસ્થાન લઇ જતા ત્રણ ઝબ્બે

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા બાતમીના આધારે ખાનગી રાહે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ જણાતી બાઇક આવતા તેને અટકાવી ચાલકની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી ચોરીનો રાઝ ખુલવા પામ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વડોદરા શહેર અને સુરત શહેરના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા 6 ગુનાઓ ઉકેલી કાઢ્યા છે.

Advertisement

નંબર પ્લેટ વગરની બાઇક દેખાઇ

વડોદરામાં ગુનાખોરી ડામવા માટે તથા આરોપીઓને દબોચી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલીંગમાં હોય છે. તાજેતરમાં ટીમને બાતમી મળતા હાલોલ રોડ પર આવેલી ગોલ્ડન ચોકડીથી ટોલ નાકા વચ્ચે ખાનગી રાહે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ગોલ્ડન ચોકડી તરફથી નંબર પ્લેટ વગરની બે બાઇક પર ત્રણ ઇસમો આવી રહ્યા હતા. તેમના પર શંકા જતા અટકાયત કરવામાં આવી હતી. ત્રણેયની ઓળખ મહાવીરકુમાર નારાયણલાલ ચંદેલ (ખટીક) (રહે. પાન્ડેસરા, સુરત), વિરેન્દ્રસિંગ ખંગારસિંગ રાવત (રહે. સ્વરૂપા બાગમાલ, રાજસ્થાન) અને લોકેશસિંગ ગુલાબસિંગ રાવત (રહે. ખડમાલ ગામ, રાજસ્થાન) હોવાની જણાવી હતી.

ચોરી કરીને રાજસ્થાનમાં મુકવામાં આવી

જે બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની તપાસ કરતા ત્રણ મોબાઇલ મળી આવ્યા હતા. જે બાદ ટીમે તેમની પાસે બાઇકના જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા. જે તેમની પાસે ન્હતા. તેમને પુછવામાં આવેલા સવાલો અંગે કોઇ પણ સચોટ માહિતી તેઓ આપી શક્યા ન્હતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવતા ત્રણ બાઇક વડોદરામાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે, સુરતથી ત્રણ બાઇકો ચોરી કરીને રાજસ્થાનમાં મુકવામાં આવી છે. ત્યાર બાદ અન્ય ચોરીઓની માહિતી આપી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના સમા પોલીસ મથકના ત્રણ કેસો, તથા સુરતના ઉધના અને કામરેજ પોલીસ મથકના ત્રણ કેસોના આરોપીઓની દબોચી લીધા છે. ત્યાર બાદ તેમને સમા પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

6 બાઇક રીકવર

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં મહાવીરકુમાર નારાયણલાલ ચંદેલ (ખટીક) (રહે. પાન્ડેસરા, સુરત), વિરેન્દ્રસિંગ ખંગારસિંગ રાવત (રહે. સ્વરૂપા બાગમાલ, રાજસ્થાન) અને લોકેશસિંગ ગુલાબસિંગ રાવત (રહે. ખડમાલ ગામ, રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે. અને રૂ. 4.10 લાખની કિંમતની 6 બાઇક રીકવર કરવામાં આવી છે. ઉપરોક્ત આરોપીઓ પૈકી મહાવીર અગાઉ સુરતમાં વાહનચોરીના ગુનામાં ઝડપાઇ ગયો છે.

આ પણ વાંચો -- VADODARA : રોંગ સાઇડ જતા વાહનો વિરૂદ્ધ વિશેષ ડ્રાઇવથી ફફડાટ

Advertisement

Tags :
Advertisement

.