Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સોસાયટીમાં પાર્ક કરેલી કાર સળગી ઉઠી

VADODARA : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા એક સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા સળગી ઉઠી હતી. જોત જોતામાં આગ એટલી વિકરાળ થઇ ગઇ કે, ફાયરના લાશ્કરો પહોંચે તે પહેલા જ મોટા ભાગનો સામાન બળીને ખાખ થઇ ગયો...
vadodara   સોસાયટીમાં પાર્ક કરેલી કાર સળગી ઉઠી
Advertisement

VADODARA : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા એક સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા સળગી ઉઠી હતી. જોત જોતામાં આગ એટલી વિકરાળ થઇ ગઇ કે, ફાયરના લાશ્કરો પહોંચે તે પહેલા જ મોટા ભાગનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હાલ તબક્કે જાણી શકાયું નથી. કારમાં અને આસપાસ કોઇ ન હોવાના કારણે કોઇ જાનહાની થઇ ન્હતી.

Advertisement

જોતજોતામાં લપેટામાં આવી ગઇ

વડોદરામાં ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આજરોજ શહેરના ન્યુ વીઆઇપી રોડ પર સાધુ વાસવાણી સ્કૂલ પાસે સુખ શાંતિ સોસાયટીના મકાન પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બપોરના સમયે ઘટના બાદ આગ એટલી જલ્દી પ્રસરી કે જોતજોતામાં લપેટામાં આવી ગઇ હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Advertisement

ઇલેક્ટ્રીક કેબલ પણ બળી ગયો

આગ એટલી જલ્દી પ્રસરી કે ફાયર લાશ્કરોના આવતા પહેલા જ મોટું નુકશાન પહોંચી ચુક્યું હતું. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં કારમાં અને કાર પાસે કોઇ ન હોવાના કારણે જાનહાની થઇ ન્હતી. આગની જ્વાળાઓ એટલી ઉંચે સુધી ગઇ કે, તેના પરથી પસાર થતો ઇલેક્ટ્રીક કેબલ પણ બળી ગયો હતો.

Advertisement

કાર બળીને માત્ર ખોખુ જ રહી ગયું

બપોરના સમયે આગ લાગવાની ઘટના સામે આવતા સોસાયટીના રહીશોનો જીવ એક તબક્કે તાળનો ચોંટ્યો હતો. લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ બુઝાવવાની રાહ જોઇ રહ્યા હતા. હાલ તબક્કે આગ લાગવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આવનાર સમયમાં આ અંગેની તપાસ બાદ સ્પષ્ટતા થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આગમાં આખેઆખી કાર બળીને માત્ર ખોખુ જ રહી ગયું હતું.

આ પણ વાંચો -- VADODARA : શિકારી દિપડાને પકડવા માટે સઘન વ્યવસ્થા ગોઠવાઇ

Tags :
Advertisement

Trending News

.

×