Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સિનિયર નેતાનું દર્દ છલકાયું, ઉમેદવાર બદલવાથી લઇ ચૂંટણી પ્રચાર અંગે કરી મોટી વાત

VADODARA : વડોદરા (VADODARA) ભાજપ (BJP) માં સંગઠન અને સિનિયર આગેવાનો વચ્ચેનું શિત યુદ્ધ (INTERNAL POLITICS) સામે આવ્યું છે. આ અંગે સિનિયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાએ અવાજ ઉઠાવ્યો છે. અને સીધો સંઠનની કાર્યશૈલી સામે પ્રહાર કર્યો છે. સાથે...
vadodara   સિનિયર નેતાનું દર્દ છલકાયું  ઉમેદવાર બદલવાથી લઇ ચૂંટણી પ્રચાર અંગે કરી મોટી વાત

VADODARA : વડોદરા (VADODARA) ભાજપ (BJP) માં સંગઠન અને સિનિયર આગેવાનો વચ્ચેનું શિત યુદ્ધ (INTERNAL POLITICS) સામે આવ્યું છે. આ અંગે સિનિયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાએ અવાજ ઉઠાવ્યો છે. અને સીધો સંઠનની કાર્યશૈલી સામે પ્રહાર કર્યો છે. સાથે જ તેમણે રંજબેન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ પરત લેવા અને હાલના ઉમેદવાર ડો. હેમાંત જોશીના ચૂંટણી પ્રચારને લઇ વિવિધ મુદ્દે તેમને પક્ષ લોકો સમક્ષ મુક્યો છે.

Advertisement

પાર્ટીને બાનમાં લેવાની કોશિષ

પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા મીડિયાને જણાવે છે કે, ટિકિટ વહેંચણીને લઇ જે વિવાદ થયા બાદ તેમને બદલી દેવામાં આવ્યા. તેમને (સાંસદ રંજનબેન ભટ્ટ) વિચારવાની તક આપવી જોઇએ. તાત્કાલિક જે એક્શન લેવામાં આવ્યા તે બરાબર નથી. બધા સાથે મળીને વડોદરાનું સારૂ કરી શકે તેમ છે. કોઇ વિવાદની ભૂમિકા સર્જાય તે સંગઠન માટે થઇને સારી વાત ન કહેવાય. બેનર પોલીટીક્સ પાર્ટીના અહિતમાં છે. પાર્ટીને વ્યક્તિગત માન્યતાઓ અને દબાણથી પાર્ટીને બાનમાં લેવાની આ કોશિષ છે. તે ચલાવી લેવાય નહિ. તેને લઇને મોવડી મંડળ પગલાં લેશે તેવી મને શ્રદ્ધા છે. આ અંગે મારી રજૂઆત છે.

જે શ્રેષ્ઠ હતું તેને પાર્ટીએ સિલેક્ટ કર્યું

વધુમાં તેઓ મીડિયાને જણાવે છે કે, ઉમેદવારનો લઇને કોઇ નારાજગી નથી. એકદમ કોરી સ્લેટ છે, સ્વચ્છ યુવાન છે, અને સિનિયરોની અવગણના થઇ છે તેવું પણ ન કહી શકાય. જે શ્રેષ્ઠ હતું તેને પાર્ટીએ સિલેક્ટ કર્યું છે. અને અમારે જે રીતનું કામ કરવાનું છે તેમાં અમારો ઉમેદવાર ડો. જોશી સારી રીતે કામ કરી શકે.

Advertisement

પાર્ટીમાં આજના સમયની બેનર પોલીટીક્સ ક્યારે જોઇ નથી

તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે, પાર્ટીની બીજી યાદીમાં રંજન બેન ભટ્ટનું નામ આવ્યું. તેમના સત્કાર સમારંભ થયા, કાર્યકર્તાઓએ સ્વિકાર કર્યો, મળ્યા અને આતશબાજી થઇ, ભાજપનું વાતાવરણ ખુશનુમા હતું. પસંદગી પછી તેમને હટાવવામાં આવ્યા, કાર્યકર્તાઓ માટે તે દુખદ ઘડી હતી. પાર્ટીમાં આજના સમયની બેનર પોલીટીક્સ ક્યારે જોઇ નથી. પાર્ટીમાં અમને કામ કરવામાં મજા આવતી હતી. બેનર પોલીટીક્સની વૃત્તિની નિંદા કરું છું. ચૂંટણીના કાર્યક્રમોની જાણકારી આપવામાં આવતી નથી. સંગઠન સાથે ચર્ચાનો અભાવ છે. તેઓ સંવાદ કરવા માટે ટેવાયેલા નથી. અમે સિનિયર છે, અમારૂ માન-સન્માન પાર્ટીનું માન-સન્માન છે. જરૂર પડ્યો હાઇ કમાન્ડ સુધી મુદ્દાને લઇ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

આ પણ વાંચો -- VADODARA : કાર ચાલકની ગફલત સાયકલ સવારને ભારે પડી

Advertisement

Advertisement

.