VADODARA : ધોમધખતી ગરમીથી રાહત આપતું "હર પગ ચપ્પલ" અભિયાન
VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડી છે. તેવામાં જરૂરીયાતમંદ મહિલાઓ અને બાળકોને પગમાં ગરમી લાગવાથી બચાવવા માટે 2 હજાર પગરખાં વિતરણ કરતા પ્રોજેક્ટ હર પગ ચપ્પલની શરૂઆત કરવામાં આવી હતી. બરોડા યુથ ફેડરેશન (BARODA YOUTH FEDERATION) દ્વારા અનોખી રીતે ઉનાળામાં જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ડીકીમાં આખો ઉનાળો ચપ્પપલ મુકી રાખ્યા
બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રૂકમિલભાઇ શાહ જણાવે છે કે, અમારા દ્વારા આ ઉનાળામાં હર પગ ચપ્પલ અભિયાન અંતર્ગત 2 હજાર નવા નક્કોર પગરખાંની જોડ જરૂરીયાતમંદ મહિલાઓ અને બાળકોને આપવામાં આવી છે. આ વખતે બરોડા યુથ ફેડરેશનના વોલંટીયર્સ દ્વારા આ સેવાકાર્ય ઉપાડી લેવામાં આવ્યું હતું. વોલંટીયર્સે તેમના વાહનની ડીકીમાં આખો ઉનાળો ચપ્પપલ મુકી રાખ્યા હતા. આ ચપ્પલ કોઇ રસ્તા પર ખુલ્લા પગે જતા દેખાય કે તુરંત જ તેને વાહન ઉભુ રાખીને પહેરાવી દેવામાં આવતા હતા. દરેક સાઇઝના ચપ્પલ હોવાના કારણે કોઇ પણ વ્યક્તિ નિરાશ થઇને અમારા વોલંયીટર્સ પાસેથી નથી ગઇ.
આવતા ઉનાળા સુધી વપરાશ
વધુમાં રૂકમિલ શાહ જણાવે છે કે, અમે ખરા અર્થમાં સેવા કરવામાં માનીએ છીએ. અમારી ટીમ દ્વારા આપવામાં આવેલા ચપ્પલની ગુણવત્તા સારી હોવાથી આવતા ઉનાળા સુધી તેઓ આરામથી તેનો વપરાશ કરી શકશે. હર પગ ચપ્પલ સેવા અમે છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહ્યા છે. આ વખતની ખાસીયત એ રહી કે અમારા વોરંટીયર્સ તેમના વાહની ડીકીમાં જ ચપ્પલ મુકી રાખતા હતા. અને જ્યાં કોઇ જરૂરીયાતમંદ દેખાય તેની મદદ કરતા હતા.
ચપ્પલ જ નસીબ નથી
આખરમાં રૂકમિલ શાહ જણાવે છે કે, આપણે કયા બુટ કે ચપ્પલ પહેરીએ તેવી મુંઝવણ વચ્ચે જીવતા હોઇએ છીએ. તેટલા વિકલ્પ આપણી પાસે ઉપલબ્ધ હોય છે. પરંતુ કેટલાક લોકોના જીવનમાં તો ચપ્પલ જ નસીબ નથી. તેવા લોકો સુધી પહોંચીને અમને સેવા પહોંચાડી શક્યા આ વાતનો મને અમે મારી જાંબાઝ ટીમને આનંદ છે.
આ પણ વાંચો -- VADODARA : ડભોઈનો સરિતા ફાટક બ્રિજ 7 દિવસ વાહન વ્યવહાર માટે બંધ