Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : વરસાદ જોવા ગેલેરીમાં ઊભી મહિલા પર અચાનક બાલ્કની પડી, થયું મોત

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે વડોદરામાં (Vadodara) પણ મેઘમહેર જોવા મળી છે. દરમિયાન, હરણી ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા એક મહિલા વરસાદ જોવા ગેલરીમાં ઊભા હતા ત્યારે ઉપરની બાલ્કનીનો ભાગ ધરાશાયી...
vadodara   વરસાદ જોવા ગેલેરીમાં ઊભી મહિલા પર અચાનક બાલ્કની પડી  થયું મોત
Advertisement

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે વડોદરામાં (Vadodara) પણ મેઘમહેર જોવા મળી છે. દરમિયાન, હરણી ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા એક મહિલા વરસાદ જોવા ગેલરીમાં ઊભા હતા ત્યારે ઉપરની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં તેમના માથા પર પડ્યો હતો. ગંભીર ઇજાના કારણે મહિલાનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત

વડોદરામાં (Vadodara ) છેલ્લા અમુક દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના લીધે જર્જરિત મકાન ધરાશાયી થયાં હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે હરણી ઇન્દિરા આવાસ યોજનામાં (Harani Indira Awas Yojana) પણ એવી જ એક ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક નયના જાદવ હરણી ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા હતા. દરમિયાન, તેઓ વરસાજ જોવા માટે પોતાના ઘરની ગેલેરીમાં ઊભા હતા ત્યારે ઉપરની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે નયનાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

Advertisement

મહિલાનું સારવાર દરમિયાન મોત

Advertisement

સારવાર દરમિયાન મહિલાનું મોત

ઇજાગ્રસ્ત નયનાબેનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. નયનાબેન વરસાદ જોવા માટે ગેલેરમાં ઊભા હતા ત્યારે આ ઘટના બની હતી. આ મામલે સ્થાનિક પોલીસે (Vadodara Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે. નયનાબેનના અચાનક મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઈ છે.

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો - Kheda : NH 8 પર એસિડ ભરેલા ટેન્કર પાછળ ટ્રક ઘૂસી, ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા

આ પણ વાંચો - Ahmedabad : બોપલમાં મોડી રાતે ત્રિપલ અકસ્માત, બેફામ બુટલેગર કાળ બની 3 ને ભરખી ગયો!

આ પણ વાંચો - Alert : ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી બારે મેઘ ખાંગા….

Tags :
Advertisement

Trending News

.

×