Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શામળાજીના અસાલ GIDCમાં લાગેલી આગ છેલ્લા 27 કલાકથી યથાવત

શામળાજીના અસાલ GIDCમાં આગ 27 કલાકથી યથાવત છે. જેમાં ઇક્કો વેસ્ટ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ થઇ રહ્યો છે. મોડાસા, ઇડર, દહેગામ, ગાંધીનગર ફાયરની ટીમ કાર્યરત છે. આગ લાગતા કંપનીનો શેડ પડી...
શામળાજીના અસાલ gidcમાં લાગેલી આગ છેલ્લા 27 કલાકથી યથાવત
Advertisement

શામળાજીના અસાલ GIDCમાં આગ 27 કલાકથી યથાવત છે. જેમાં ઇક્કો વેસ્ટ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ થઇ રહ્યો છે. મોડાસા, ઇડર, દહેગામ, ગાંધીનગર ફાયરની ટીમ કાર્યરત છે. આગ લાગતા કંપનીનો શેડ પડી જતા કેમિકલ શેડ નીચે દબાયું છે.

Advertisement

Advertisement

ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે 

શામળાજીની અસાલ GIDCની ઈક્કો વેસ્ટ નામની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. તેમાં ઈક્કો વેસ્ટ કેમિકલ ફેક્ટરી છેલ્લા 4 મહિનાથી બંધ હતી. જેમાં ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. તેમજ ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

શેડ નીચેના કેમિકલમાં સતત આગ ચાલુ

શેડ નીચેના કેમિકલમાં સતત આગ ચાલુ છે. સતત આગ ચાલુ હોવાથી ફાયર ટીમને કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. શામળાજીના અસાલ જીઆઇડીસીમાં લાગેલ આગના મામલે ઇક્કો વેસ્ટ કેમિકલ કંપનીમાં આગ સતત 27 કલાકથી યથાવત છે. ફાયર વિભાગની કામગીરી સતત ચાલુ છે. હાલ મોડાસા, ઇડર , દહેગામ અને ગાંધીનગર ફાયરની ટીમ કાર્યરત છે. આગ લાગ્યા બાદ કંપનીનો શેડ પડી જતા કેમિકલ શેડ નીચે દબાયું છે.

કંપનીમાં 60થી વધુ કેમિકલ ભરેલ ટેન્કરો બળીને ખાખ

કંપનીમાં 60થી વધુ કેમિકલ ભરેલ ટેન્કરો બળીને ખાખ થયા છે. તેમજ આગ લાગવાનું કારણ અકબંધ છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવતા ફાયર વિભાગની 10 ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઇડરથી ફાયર ટીમ બોલાવવામાં આવી છે. કંપનીમાં 60થી વધુ કેમિકલ ભરેલ ટેન્કરોમાં આગ લાગી હતી. ત્યારે 60 થી વધુ ટેન્કરો બળીને રાખ થયા છે. સ્થાનિક સરપંચ દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેમાં કંપની માલિકને કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે.

આ  પણ  વાંચો-આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભારતીય કાર્યકારી મંડળીની બેઠક ભુજ ખાતે યોજાશે

Tags :
Advertisement

.

×