Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તાપી : જુથ પાણી પુરવઠા યોજનાના કામોની કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કરી સમીક્ષા

અહેવાલ-અક્ષય ભદાણે, તાપી   રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ...
તાપી   જુથ પાણી પુરવઠા યોજનાના કામોની કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કરી સમીક્ષા

અહેવાલ-અક્ષય ભદાણે, તાપી

Advertisement

રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ તાપી જિલ્લાની વિવિધ સ્થળોએ જુથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી.

Advertisement

મુલાકાત દરમિયાન તાપી જિલ્લાના જુથ પાણી પુરવઠા યોજના હેઠળના ઇસ્ટ સોનગઢ, કુકરમુંડા અને સાઉથ નિઝર RWSS કામોની જાત નીરિક્ષણ કરી સમય મર્યાદામા કામગીરી પુર્ણ કરવા મંત્રીએ માર્ગદર્શન આપ્યુ હતુ.આ મુલાકાત વેળાએ ખાસ સિંચાઈ-પીવાના પાણી માટેના તમામ યોજનાકીય કામોની પ્રશંસા કરતા મંત્રીશ્રી બાવળીયાએ કામગીરીને બિરદાવી હતી. જિલ્લાના નાગરિકોને માટે સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા પ્રજાના હિતમાં જ નિર્ણયો કરીને આવી યોજનાઓ અમલી બનાવે છે. જિલ્લાના પ્રત્યેક નાગરિકને પીવાના શુદ્ધ પાણીની અને સિચાંઇની સુવિધા ઉપલબ્ધ થાય તે માટેના સંબધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.

Advertisement

કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને કુકરમુંડા જૂથ પાણી પુરવઠા યોજનાની વિગતો તેમજ જૂથ યોજના હેઠળ બનેલા ઘટકોની પ્રક્રિયા અને પ્રગતિ, તેમજ દક્ષિણ નિઝર જૂથ સુધારણાની તથા પૂર્વ સોનગઢ પેકેજ ૩ની અંગેની યોજનાકીય સમજૂતી સંબધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.જુથ પાણી પુરવઠા યોજના હેઠળ તાપી જિલ્લાના સોનગઢ સુધારણા જુથ પાણી પુરવઠા યોજના પેકેજ-3 (મલંગદેવ સેક્શન) યોજના હેઠળ સોનગઢ તાલુકાના 16  જેટલા ગામોને,દક્ષિણ નિઝર સુધારણા જુ.પા.પુ હેઠળ નિઝર-ઉચ્છલ તાલુકાના મળી કુલ 40  ગામોને સરફેસ દ્વારા તથા ઇન્ટેક વેલ દ્વારા કુકરમુંડાના 51 ગામો સહિત અંદાજિત 2.10  લાખ વસ્તીને જુથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણીની સુવિધા ઉપલબ્દ્ધ થશે.
આ વેળાએ મુખ્ય ઇજનેર તેજસ પરમાર, અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી સુરતના શશી વાઘેલા, કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયા, યુનિટ મેનેજર વાસ્મો યતીન ગરાસિયા, સિવિલ અને યાંત્રિક વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર,તથા અન્ય અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ  વાંચો-PORBANDAR : બરડાનો`સમ્રાટ’જીવન સંગીની સાથે મુકત વિહાર, યુગલ સિંહનો બરડામાં જલ્વો

Advertisement

.