Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : હત્યા કેસમાં PI અલ્પેશ ગાબાણીનો કોર્ટે બરોબરનો ઉધડો લીધો! વાંચો અહેવાલ

સુરતનાં (SURAT) વરાછાં વિસ્તારના PI અલ્પેશ ગાબાણીનો કોર્ટે બરોબરનો ઉધડો લીધો હતો. હત્યાના કેસમાં મુદ્દામાલ રજૂ ન કરતા વિવાદમાં આવેલા પીઆઈ અલ્પેશ ગાબાણી (PI Alpesh Gabani) પોતાનું જ વોરંટ લઇને કોર્ટમાં હાજર થયા હતા. આથી, કોર્ટમાં જજ PI ગાબાણી પર...
surat   હત્યા કેસમાં pi અલ્પેશ ગાબાણીનો કોર્ટે બરોબરનો ઉધડો લીધો  વાંચો અહેવાલ

સુરતનાં (SURAT) વરાછાં વિસ્તારના PI અલ્પેશ ગાબાણીનો કોર્ટે બરોબરનો ઉધડો લીધો હતો. હત્યાના કેસમાં મુદ્દામાલ રજૂ ન કરતા વિવાદમાં આવેલા પીઆઈ અલ્પેશ ગાબાણી (PI Alpesh Gabani) પોતાનું જ વોરંટ લઇને કોર્ટમાં હાજર થયા હતા. આથી, કોર્ટમાં જજ PI ગાબાણી પર જબરદસ્ત ક્રોધિત થયા હતા અને રૂ. 2500 નો દંડ ફટકારી છોડ્યા હતા.

Advertisement

પોતાનું વોરંટ લઈને જાતે જ હાજર થતા જજ ગુસ્સે થયાં

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતનાં (SURAT) વરાછા વિસ્તારનાં (Varachha) PI અલ્પેશ ગાબાણી વર્ષ 2019 થી ચાલતા હત્યાનાં કેસમાં મુદ્દામાલ રજૂ ન કરતા વિવાદમાં સપડાયાં હતા. જો કે, પીઆઈ અલ્પેશ ગાબાણીને કોર્ટમાં (SURAT Court) રજૂ થવા માટે અગાઉ અનેક વખત વોરંટ આપવામાં આવ્યા હતા. પરંતુ, તેઓ હાજર થતા નહોતા. દરમિયાન, પોતાનું જ વોરંટ લઇને PI ગાબાણી કોર્ટમાં હાજર થયા હતા, જેથી ન્યાયાધીશ તેમના પર ખૂબ જ ક્રોધિત થયા હતા. અન્ય પોલીસ દ્વારા વોરંટ સાથે PI એ કોર્ટમાં હાજર થવાનું હતું. પરંતુ, તેઓ પોતાનું વોરંટ લઈને જાતે જ હાજર થયા હતા.

PI ને રૂ. 2500 દંડ ફટકારવામાં આવ્યો

કોર્ટમાં જજ દ્વારા વરાછા PI અલ્પેશ ગાબાણીનો બરોબરનો ઉધડો લેવાયો હતો. આ પ્રકારનાં વ્યવહારનાં કારણે કોર્ટ દ્વારા PI ને રૂ. 2500 દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા PI પાસે 2500 રૂપિયાનો દંડ ભરાવવામાં આવ્યો હતો. આ સાથે વોરંટ માટે રજૂ કરાયેલા PSI પાસે પણ કોર્ટે રૂ. 2 હજારનો દંડ વસૂલ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Jain Samaj : ગાંધીનગરમાં મિટિંગ નિષ્ફળ નીવડી! સુરતમાં આંદોલન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

Advertisement

આ પણ વાંચો - SURAT : પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા એક્શન મોડમાં, એકસાથે 41 PI ની કરાઇ બદલી

આ પણ વાંચો - Panchmahal : તળાવમાં ન્હાવા ગયેલા બે યુવક ડૂબ્યાં, શનિયાળામાં કાકીએ પૂર્વ પ્રેમી સાથે મળી ભત્રીજાની હત્યા કરી

Tags :
Advertisement

.