Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : Dumas Beach ના ડેવલપમેન્ટને મંજૂરી, મરીનની થીમ પર બનનારૂ સ્કલ્ચર રહેશે આકર્ષણનું કેન્દ્ર

અહેવાલ -રાબિયા સાલેહ, સુરત   સુરત ડુમસ બીચના ડેવલપમેન્ટની કામગીરી ને લીલીઝંડી મળી છે. ડુ્મસ દરિયા અને ગણેશ મંદિર સહિત ડુમસમાં પાર્કિંગ સહિતની સુવિધા ઊભી કરવા મંજૂરી મળી છે.જે અંતર્ગત ડુ્મસ દરિયા ગણેશ મંદિર પાસેના વિસ્તારમાં ડેવલપમેન્ટની કામગીરી શરૂ થઈ...
surat   dumas beach ના ડેવલપમેન્ટને મંજૂરી  મરીનની થીમ પર બનનારૂ સ્કલ્ચર રહેશે આકર્ષણનું કેન્દ્ર

અહેવાલ -રાબિયા સાલેહ, સુરત

Advertisement

સુરત ડુમસ બીચના ડેવલપમેન્ટની કામગીરી ને લીલીઝંડી મળી છે. ડુ્મસ દરિયા અને ગણેશ મંદિર સહિત ડુમસમાં પાર્કિંગ સહિતની સુવિધા ઊભી કરવા મંજૂરી મળી છે.જે અંતર્ગત ડુ્મસ દરિયા ગણેશ મંદિર પાસેના વિસ્તારમાં ડેવલપમેન્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે. ડુમસ સી-ફેસ પ્રોજેક્ટ નું મુખ્ય મંત્રી હસ્તે ખતમહુર્ત કરવા સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજન કરાઇ રહ્યું છે

Advertisement

મુલાકાતીઓ માટે અરાઇવલ પ્લાઝા અને સહેલાણીઓને ખુબ સારો અનુભવ થાય તે માટે લાઇટિંગ પ્રોજેકશન, બેસવાની સંપૂર્ણ આરામદાયક સુવિધા સાથે દેશ વિદેશ ને ટક્કર મારે એવો ડુમસ સી ફેસ ડેવલપ કરવા આયોજન કરાયું છે

Advertisement

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે મુહુર્ત કરશે

આગામી દિવસોમાં ખાત મુર્હુત કરવા ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થાય તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા મુખ્ય મંત્રીનો સમય લેવાયો છે,ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાકાર કરવા માટે ટેન્ડર પ્રક્રિયામાં 26 ટકા ઉંચા 174 કરોડના ટેન્ડરની દરખાસ્તને પાલિકાના શાસકોએ મંજૂરીની મહોર મારી દીધી છે.જે બાદ ડુમસ ડેવલપમેન્ટ માટે દરિયા ગણેશ મંદિર પાસે પ્રથમ તબક્કાની શરૂઆત કરી શકાશે.

ડુમસ સીફેસ પ્રોજેક્ટમાં પાર્કિંગ બનશે

પાલિકાના ડે.કમિ. કેતન દેસાઈ સહિતની ટીમ આવતીકાલે ગાંધીનગર જશે, ડુમસ સી-ફેસ પ્રોજેક્ટ માટે ​​​​​​​આવતી કાલે CRZની પણ મંજૂરી મળી શકે,આ અંગે ડે.કમિ. કેતન દેસાઈ એ જણાવ્યું હતું કે ડુમસ સીફેસ પ્રોજેક્ટમાં 850  કાર અને 400  ટુ-વ્હીલર માટે પાર્કિંગ બનશે,જો કે મહત્વની વાત એ છે કે ડુમસ ડેવલપમેન્ટના પહેલાં અને બીજા તબક્કા માટેના અંદાજને પહેલા જ ફેબુઆરી માસમાં જાહેર બાંધકામ સમિતિ એ સહમતી આપી દીધી હતી.

સોથી આકર્ષણ નું કેન્દ્ર મરીન ની થીમ પર બનનારૂ સ્કલ્ચર રહેશે

આગામી દિવસોમાં ડુમસ સી ફેસ ડેવલપમેન્ટના અર્બન બીચ વિસ્તારમાં પતંગ મહોત્સવનું પણ આયોજન થઈ શકે એ દિશામાં કામગીરી શરૂ થઈ છે,સાથે જ ખાણીપીણી માટે ૨૫ સ્ટોલ તૈયાર કરાશે. ડુમસ ડેવલપમેન્ટ અંગે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે એ જણાવ્યું હતું કે ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટના પ્રથમ તબક્કાના કામ માટે પાલિકાએ કુલ 137.72 કરોડના અંદાજ મુકાયા હતા. સાથે જ ૫ વર્ષના ઓપરેશન માટે કુલ મેઈન્ટેનન્સ થશે જે માટે અગાઉ ટેન્ડર મંગાવ્યા હતા.ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 10,30 હેકટર એટલે કે 1.30  લાખ ચોરસ મીટર જમીન પર સાકાર કરવામાં આવશે. જેમાં 12,910  ચો.મી. એરીયામાં મલ્ટીલેવલ મીકેનાઈજ કાર પાર્કિંગ બિલ્ડીંગ બેઝમેન્ટ સાથે ગ્રાઉન્ડ ફ્લોર સાથે એક માળમાં બનનાર છે.

ડુમસ માં સોથી આકર્ષણનું કેન્દ્ર મરીન ની થીમ પર બનનારૂ સ્કલ્ચર રહેશે

ડુમસમાં પાર્કિંગની સમસ્યાના થાય તે માટે 450 ફોર વ્હીલરનું પાર્કિંગ તથા 100 ટુ વ્હીલરનું પાર્કિંગ તદ્દઉપરાંત15,500 ચો.મી. ખુલ્લી જગ્યામાં ૪૦૦ ફોર વ્હીલરનું પાર્કિંગ 300 ટુ વ્હીલ 2,850 ફોર વ્હીલર તથા 400 ટુ વ્હીલરનું પાર્કિંગ મલ્ટી લેવલ કાર પાર્કિંગ બિલ્ડીંગમાં ખાણીપીણીની સુવિધા માટે ૨૫ સ્ટોલ માટે પણ આયોજન કરવામા આવ્યું છે.આ ઉપરાંત 7000 ચો.મી. વિસ્તારમાં કિડ્સ પ્લે એરિયા બનાવવામાં આવશે.વધુમાં તેમણે એ પણ કહ્યું હતું કે એક કિલોમીટર લંબાઈમાં સાયકલ ટ્રેક બનાવવા માટે પણ પ્રોજેક્ટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત એક કિલોમીટર લંબાઈમાં વોક વે બનશે, 3800 ચો.મી. વિસ્તારમાં અર્બન બીચ. અલગ અલગ રમતોનું આયોજન કરાશે,પતંગ મહોત્સવ, બીચ વોલીબોલ, બીચ ફુટબોલ જેવી દરિયા કિનારે રમી શકાય તેવી રમતો રમી શકાશે તે માટે પણ આયોજન થઈ રહ્યું છે.

આ પણ  વાંચો -રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમે લગાવેલી રોક પર પૂર્ણેશ મોદીએ આપી આ પ્રતિક્રિયા

Tags :
Advertisement

.