Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : નકલી પનીરનો કાળો કારોબાર, મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટનો ઘટસ્ફોટ

surat : સુરતમાં પનીરના (PANEER) સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેમાં પાંડેસરામાંથી શંકાસ્પદ પનીર પકડાયું હતું. તેમાં પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ વપરાયું છે. એક ટેમ્પામાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વલસાડથી મંગાવાયેલ પનીર પ્રસંગોમાં વપરાતું હતું....
surat   નકલી પનીરનો કાળો કારોબાર  મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટનો ઘટસ્ફોટ

surat : સુરતમાં પનીરના (PANEER) સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેમાં પાંડેસરામાંથી શંકાસ્પદ પનીર પકડાયું હતું. તેમાં પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ વપરાયું છે. એક ટેમ્પામાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વલસાડથી મંગાવાયેલ પનીર પ્રસંગોમાં વપરાતું હતું.

Advertisement

પનીરના રિપોર્ટમાં  આવ્યા  ચોકવનાર ખુલાસા

સુરતના (surat) પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીરનો (Bogus Paneer) જથ્થો ઝડપાયો છે.આ પીનર દૂધના ફેટમાંથી નહીં પરંતુ પામ ફેટ અને સ્ટાર્ચથી બનાવવામાં આવતું હતું. રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ એટલે કે ખાવા લાયક નહીં હોવાનું જણાઈ આવ્યું છે. આ પનીર બનાવવા માટે ખાસ કરીને બાઇડીંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો, આ મામલો સામે આવતા મની સામે એજ્યુકેટીંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ પનીરનો જથ્થો વલસાડ થી લાવવામાં આવ્યો હતો. સુરતના પાંડેસરાથી આ બોગસ પનીર ઝડપાયુ હતું.આરોગ્ય અધિકારીએ પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા.

Advertisement

પામ ફેટ મેળવી બનાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો

પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ મેળવી બનાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક ટેમ્પામાંથી શંકાસ્પદ પનીર મળી આવ્યું હતુ. જેમાં વલસાડથી મંગાવેલું પનીર ડેરી મારફતે પ્રસંગોમાં મોકલાવતું હતુ. તેમજ સુરતના કાપોદ્રા કારગીલ ચોક કૈવટ નગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ધીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો.

Advertisement

 નકલી પનીરની આ રીતે કરો ચકાસણી

વાસ્તવમાં નકલી પનીર સિન્થેટિક રીતે તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવા માટે બગડેલું દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલીન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટેરેટ પાવડર અને સલ્ફ્યુરિક એસિડ જેવા રસાયણો ભેળવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.પનીરની શુદ્ધતા તપાસવા માટે પહેલા તેને ગરમ પાણીમાં થોડીવાર ઉકાળો. આ પાણીમાં સોયાબીનનો લોટ અને તુવેર દાળનો પાવડર ઉમેરો. લોટ મિક્સ કર્યા પછી પનીરનો રંગ લાલ થવા લાગે છે, કારણ કે પનીર બનાવતી વખતે ડિટર્જન્ટ અને યુરિયા જેવી રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેનો રંગ લાલ થઈ જાય છે.

આ  પણ  વાંચો - VADODARA : BJP MLA યોગેશ પટેલ ફરી નારાજ ?, જાણો શું થયું

આ  પણ  વાંચો - VADODARA : દુરથી ભીષણ દેખાતી આગ ગણતરીના સમયમાં થાળે પડી

આ  પણ  વાંચો - VADODARA : શહેરમાં પાણીનો કકળાટ નવા સરનામે પહોંચ્યો

Tags :
Advertisement

.