Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SSC Result : ધોરણ- 10નું પરિણામ આ તારીખે થશે જાહેર

SSC Result : આજે ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાતના લાખો પરિવારોમાં આજે ખુશીનો દિવસ છે. ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ-10 ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ...
ssc result    ધોરણ  10નું પરિણામ આ તારીખે થશે જાહેર
Advertisement

SSC Result : આજે ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાતના લાખો પરિવારોમાં આજે ખુશીનો દિવસ છે. ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ-10 ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી કે,ધોરણ 10નું નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11 મીના રોજ સવારે આઠ વાગે ધોરણ 10 નું પરિણામ (SSC Resul)જાહેર થશે.

Advertisement

Advertisement

નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી

નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 10માં નવ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org ઉપરથી સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર થશે.

Advertisement

82.45 ટકા પરિણામ જાહેર

ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલાવીર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરાયું છે. સાથે જ ગુજકેટ નું પરિણામ પણ આજે જ જાહેર કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 31 હજાર વિદ્યાર્થીઓ હતા. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ₹4,89,000 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા, તો સામાન્ય પ્રવાહનું 91 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 91 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબીનું પરિણામ સૌથી વધુ રહ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુરના બોડેલીનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કચ્છના ખાવડાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ઉંચું આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહનું પરિણામ18 ટકા ઊંચું આવ્યું છે. તો ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ17 ટકા ઊંચું આવ્યું છે.

આ પણ  વાંચો - HSC Result : ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

આ પણ  વાંચો - Gujarat WEATHER: અંગ દઝાડતી ગરમીમાં શેકાયું ગુજરાત! આગામી 3 દિવસ રહેશે ગરમી યથાવત

આ પણ  વાંચો - BRTS Driver: BRTS No. 12 ના ડ્રાઈવરે લોકોના જીવ જોખમમાં મૂક્યા, દરવાજા ખુલ્લા કરીને….

Tags :
Advertisement

.

×