Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarkantha Farmers Protest: વડાલી તાલુકામાં કિસાન સંઘે બંધનું એલાન જાહેર કરી રસ્તાઓ કર્યા જામ

Sabarkantha Farmers Protest: વડાલી તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે અનેક Farmers ના પાકોમાં થયેલ નુક્સાન બાબતે તત્કાલિન સમયે Agriculture Department દ્વારા સર્વે કરીને તેનો રીપોર્ટ રાજય સરકારને મોકલી આપીને સત્વરે પાક વળતર આપવાની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી...
sabarkantha farmers protest  વડાલી તાલુકામાં કિસાન સંઘે બંધનું એલાન જાહેર કરી રસ્તાઓ કર્યા જામ

Sabarkantha Farmers Protest: વડાલી તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે અનેક Farmers ના પાકોમાં થયેલ નુક્સાન બાબતે તત્કાલિન સમયે Agriculture Department દ્વારા સર્વે કરીને તેનો રીપોર્ટ રાજય સરકારને મોકલી આપીને સત્વરે પાક વળતર આપવાની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી Farmers ના હિતમાં નિર્ણય ન લેવાયો હોવાને કારણે વડાલી તાલુકા કિસાન સંઘ દ્વારા બંધનું એલાન અપાયું હતુ. ત્યારે Farmers એ પણ 2 કલાક સુધી ઈડર અને ખેડબ્રહ્મા તરફથી આવતા રસ્તા પર બેસી જઈને ચક્કાજામ કરી દીધો હતો.

Advertisement

  • વડાલી તાલુકામાં ખેડૂતોએ બંધનું એલાન જાહેર કર્યું
  • 2 કિમી સુધી વાહનોની લાંબી લાઈનો લાગી
  • મામલતદારે કરેલા પ્રયાસોને સફળતા મળી

મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના Farmers ને નુકશાન થવા બાબતે તાજેતરમાં જિલ્લા Collector તથા અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓને કિસાન સંઘના નેજા હેઠળ આવેદનપત્ર અપાયું હતુ. પરંતુ હકારાત્મક કાર્યવાહી ન થતાં કિસાન સંઘે વડાલી બંધના એલાનની જાણ કરી હતી. આજરોજ જેના ભાગરૂપે સજ્જડ બંધ પાડીને વેપારીઓએ પણ ખેડૂતોની માંગણીને વ્યાજબી અને યોગ્ય ગણાવી હતી. બંધના પગલે સવારથી જ તાલુકાના ખેડુતો વડાલી માર્કેટયાર્ડ પરિસરમાં ભેગા થયા હતા.

Sabarkantha Farmers Protest

Advertisement

2 કિમી સુધી વાહનોની લાંબી લાઈનો લાગી

તે દરમ્યાન કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે Farmers એ પણ સંયમ રાખીને રોડ પર આવી 2 કલાક સુધી ચક્કાજામ કરી દીધો હતો. જેને લઈને ખેડબ્રહ્મા તરફથી આવતા અને ઈડર તરફથી ખેડબ્રહ્મા જતા વાહન ચાલકો ખાસ્સો સમય અટવાયા હતા. ચક્કાજામ થતા બંને તરફ લગભગ 2 KM સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

મામલતદારે કરેલા પ્રયાસોને સફળતા મળી

Sabarkantha Farmers Protest

Advertisement

તો બીજી તરફ વડાલી મામલતદાર દોડી આવ્યા હતા અને મામલતદારે ખેડુતો સાથે ચર્ચા કરી હતી. પરંતુ Farmers પોતાની માંગ સાથે અડગ હોવાને કારણે મામલતદારે કરેલા પ્રયાસોને સફળતા મળી ન હતી. એટલું જ નહી પણ જિલ્લા ખેતીવાડી નિયામકે આપેલા લેખિત જવાબથી ખેડૂતોનો રોષ કંઈક અંશે ઓછો થયો હતો. જોકે ખેતીવાડી નિયામકે સત્વરે વળતરના પ્રશ્ને ખેડુતોના હિતમાં નિર્ણય લેવાશે તેવું આશ્વાસન આપ્યુ હતુ.

આ પણ વાંચો: SMC Raid At Himatnagar: હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પાસેથી દારૂનું કટીંગ થતું પકડાયું

આ પણ વાંચો: TV Fraud: ઑનલાઈન ઑર્ડર કરતા પહેલા રહેજો સાવધાન, એકસાથે 147 TV નું કૌભાંડ આવ્યું સામે

આ પણ વાંચો: જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓનું આંદોલન

Tags :
Advertisement

.