Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rupala Controversy : રૂપાલાના વિવાદ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર દિલ્હી તેડું

Rupala  : લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે. 19 એપ્રિલના દેશમાં પ્રથમ ચરણનું મતદાન થશે. આ પહેલાં ભાજપ પોતાનું ચૂંટણી મેનીફેસ્ટો રજુ કરવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel )પણ સભ્ય...
rupala controversy   રૂપાલાના વિવાદ વચ્ચે cm ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર દિલ્હી તેડું

Rupala  : લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે. 19 એપ્રિલના દેશમાં પ્રથમ ચરણનું મતદાન થશે. આ પહેલાં ભાજપ પોતાનું ચૂંટણી મેનીફેસ્ટો રજુ કરવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel )પણ સભ્ય છે અને તેના માટે તેઓ આજે ફરી દિલ્હી જશે.

Advertisement

 CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી મેનીફેસ્ટો બેઠકમાંભાગ લેશે

આ દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ભાજપ મેનીફેસ્ટોની સમિતિની (Manifesto Committee meeting )બીજી બેઠકમાં ભાગ લેશે. જેમાં દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel )પણ ભાજપ મેનીફેસ્ટો સમિતિના સભ્ય છે અને તેઓ તેમાં હાજર રહેશે.જ્યાં બીજી તરફ ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ ગઈ છે. જેના બાદ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની (parshottam rupala )ઉમેદવારી રાજકોટ બેઠકથી રદ્દ થાય તેવી માંગણી કરી છે. બીજી તરફ રૂપાલા પણ હાલ દિલ્હીમાં છે. જેના કારણે ફરી એકવાર ચર્ચા ચાલી રહી છે.

Advertisement

અગાઉ વડાપ્રધાન સાથે થઈ હતી ચર્ચા

આ અગાઉ પણ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના મેનિફેસ્ટો- ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાઈ, તેમા પણ મુખ્યમંત્રી સામેલ થયા હતા. કોંગ્રેસના ભરતી મેળાને કારણે પક્ષપલ્ટુઓને મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે, તેથી ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે. જેના અંગે પણ વડાપ્રધાન મોદી સાથે ચર્ચા થઈ હતી.

Advertisement

આ  પણ વાંચો  - રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન પર હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા આવ્યા મેદાને

આ  પણ વાંચો  - Twist : રુપાલાના સમર્થનમાં આવ્યા કડવા પાટીદાર, સોશિયલ મીડિયામાં સમર્થન

આ  પણ વાંચો  - Rajkot Seat : રૂપાલાની ટિકિટ રદ થવાના સંકેત વચ્ચે કોંગ્રેસના મોટા નેતા થઇ શકે છે સક્રિય, વાંચો

Tags :
Advertisement

.