Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rathyatra2024: કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah એ કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી

Rathyatra2024: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (Rathyatra)યોજાઇ રહી છે. જેમાં નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. તેમાં મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી છે. અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતીના દર્શન...
rathyatra2024  કેન્દ્રીય ગૃહમંત્રી amit shah એ કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી

Rathyatra2024: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (Rathyatra)યોજાઇ રહી છે. જેમાં નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. તેમાં મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી છે. અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતીના દર્શન કર્યા છે. મંદિરમાં જય રણછોડ, માખણ ચોરનો નાદ ગુંજ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

Advertisement

જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય

રથયાત્રા પહેલા એક ખાસ પ્રકારની વિધિ કરવામાં આવે છે જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે.જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે.

Advertisement

મુખ્યપ્રધાન રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સફાઈ કરે છે

રથયાત્રાનો પ્રારંભ થાય તે પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને ત્રણેય રથમાં બિરાજમાન કરાય, ત્યાર પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરાય છે. દેશનો રાજા હોય તે સોનાની સાવરણી લઈને રથયાત્રાના પ્રારંભિક રસ્તાની સફાઈ કરે છે. પણ હાલ રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સફાઈ કરે છે, અને ત્યાર પછી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે, આને રથયાત્રામાં પહિંદ વિધી કહેવાય છે.

આ પણ  વાંચો - Gir Somnath: છારા દરિયા કાંઠેથી મળી આવ્યો 12 કિલો બિનવારસી ચરસ, કિંમત 6 કરોડ રૂપિયા

Advertisement

આ પણ  વાંચો - Rath Yatra ની તૈયારીઓનો આખરી ઓપ, AMTS અને BRTSના આ રૂટ રહેશે બંધ

આ પણ  વાંચો - Bharuch: રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરનો હ્રદય કંપાવતો કાગળ

Tags :
Advertisement

.