Rathyatra2024: CM Bhupendra Patel એ કરી પહિંદવિધિ
Rathyatra2024: અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળ્યા છે. અત્રે જણાવી દઈએ કે, ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે, આજે યોજાઈ રહી છે. આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળ્યા છે. 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ છે.
ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદ વિધિ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલ ભગવાન જગન્નાથની પૂજા કરી હતી. જે બાદ તેમણે પહિંદ વિધિ કરી હતી. સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને મુખ્યમંત્રીએ ભગવાનના રથનો દોરડો ખેચ્યો હતો. ભગવાન હવે નગરચર્યા જઈ રહ્યાં છે.
CM Bhupendra Patelએ કરી પહિંદવિધિ@Bhupendrapbjp#Ahmedabad #bhupendrapatel #pahindvidhi #Jagannathmandirahmedabad #Jagannathtempleahmedabad #RathYatra2024 #JagannathRathYatra #SpiritualCelebration #Gfcard #Gujaratfitrst pic.twitter.com/ldR1qaMn5J
— Gujarat First (@GujaratFirst) July 7, 2024
શું છે પહિંદ વિધિ ?
જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે.
1990થી પહિંદ વિધિની શરૂઆત
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી.
ભગવાન શ્રીકૃષ્ણ કેમ જગન્નાથ કહેવાયા?
કહેવાય છે કે સતયુગમાં ઈન્દ્રદ્યુમન નામનો ચક્રવર્તી રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વત પર જાય છે, પરંતુ ભગવાન વિષ્ણુની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હતી. આ વાતથી રાજા ખૂબ નિરાશ થાય છે અને તે સમયે સ્વર્ગમાંથી આકાશવાણી થાય છે કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આ રીતે ભગવાન તેમના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે. માન્યતા છે કે રથ ખેંચવા માટે ઉપયોગમાં લેવાતા દોરડા અથવા રથના સ્પર્શ માત્રથી પવિત્ર કર્મોનું ફળ મળે છે. અષાઢી બીજના દિવસે વિષ્ણુસહસ્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો - Rathyatra2024: કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah એ કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી
આ પણ વાંચો - 147RathYatra : ભગવાન જગન્નાથની ભક્તિમાં રંગાયું અમદાવાદ, ચોકોર ભક્તિનો મહાસાગર
આ પણ વાંચો - Gir Somnath: છારા દરિયા કાંઠેથી મળી આવ્યો 12 કિલો બિનવારસી ચરસ, કિંમત 6 કરોડ રૂપિયા