Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rathyatra : ભગવાન જગન્નાથની રથયાત્રાનો જુઓ અદભુત ડ્રોન નજારો

Rathyatra ; ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નિકળી છે,ભગવાન આજે લોકોને સામેથી દર્શન આપવા માટે નિકળ્યાં છે,ગજરાજ આગળ અને રથમાં ભગવાન પાછળ પાછળ આવી રહ્યાં છે,આ બધાની વચ્ચે રથયાત્રાનો અદભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે.   રથ કોર્પોરેશન ઓફીસ પહોંચ્યા...
rathyatra   ભગવાન જગન્નાથની રથયાત્રાનો જુઓ અદભુત ડ્રોન નજારો

Rathyatra ; ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નિકળી છે,ભગવાન આજે લોકોને સામેથી દર્શન આપવા માટે નિકળ્યાં છે,ગજરાજ આગળ અને રથમાં ભગવાન પાછળ પાછળ આવી રહ્યાં છે,આ બધાની વચ્ચે રથયાત્રાનો અદભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે.

Advertisement

રથ કોર્પોરેશન ઓફીસ પહોંચ્યા

રથ નિજ મંદિરથી નિકળી ગયા છે.ગજરાજો કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા છે. ટ્રકોને ખૂબ ઝડપથી જવા દેવામાં આવી રહ્યાં છે.ર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે.

Advertisement


સૌ પ્રથમ ભરૂચમાં રથયાત્રા નિકળી

સામાન્ય રીતે વર્ષ દરમિયાન ભક્તો મંદિરે જઈને તેમના આરાધ્યની પૂજા-અર્ચના કરતા હોય છે, પરંતુ રથયાત્રાના દિવસે ખુદ ભગવાન પોતે નગરચર્યા કરવા નિકળે છે અને ભક્તોને દર્શન આપે છે, એવી માન્યતા છે. લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

Advertisement

અમદાવાદમાં વર્ષ 1878માં નિકળી રથયાત્રા

અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર શરૂઆત વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી પ્રારંભિક વર્ષો દરમિયાન બળદગાડાંમાં રથયાત્રા કાઢવામાં આવતી. આના માટે ભરૂચના ખલાસીઓએ અમદાવાદની રથયાત્રા માટે રથ બનાવી આપ્યા હતા. જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું. નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોવા છતાં રથનું વજન 300 કિલો જેટલું હોવાનું કહેવાય છે.

નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તાર

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

રથયાત્રા પૂર્ણ ના થાય ત્યા સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યાથી થી તા. 7 જુલાઇ 2024ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.

આ પણ  વાંચો - Rathyatra2024: CM Bhupendra Patel એ કરી પહિંદવિધિ

આ પણ  વાંચો - 147RathYatra : ભગવાન જગન્નાથની ભક્તિમાં રંગાયું અમદાવાદ, ચોકોર આસ્થાનો મહાસાગર

આ પણ  વાંચો - Rathyatra2024: કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah એ કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી

Tags :
Advertisement

.