Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની કરાઇ વ્યવસ્થા

અહેવાલ -સાગર ઠાકર ,જુનાગઢ  ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા ઉનાળો શરૂ થતાં વન વિભાગ દ્વારા વ્યવસ્થા કરાઈ ગીરમાં 451 કૃત્રિમ પોઈન્ટ માં પાણી ભરવામાં આવે છે 167 કુદરતી પોઈન્ટ માં પાણી...
ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની કરાઇ વ્યવસ્થા

અહેવાલ -સાગર ઠાકર ,જુનાગઢ 

Advertisement

ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા
ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા
ઉનાળો શરૂ થતાં વન વિભાગ દ્વારા વ્યવસ્થા કરાઈ
ગીરમાં 451 કૃત્રિમ પોઈન્ટ માં પાણી ભરવામાં આવે છે
167 કુદરતી પોઈન્ટ માં પાણી આશિર્વાદરૂપ
સોલાર, પવનચક્કી અને ટેન્કરથી પાણી ની વ્યવસ્થા

ગીરના જંગલમાં ઉનાળામાં વન્યપ્રાણીઓને પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગીરના જંગલમાં કુલ 618 પાણીના પોઇન્ટ છે જેમાં 167 કુદરતી અને 451 કૃત્રિમ પાણીના પોઇન્ટ છે જે કૃત્રિમ પાણીના પોઇન્ટ છે તેમાં પાણીની વ્યવસ્થા માટે સોલાર, પવનચક્કી અથવા તો ટેન્કરની મદદ થી પાણી ભરવામાં આવે છે જે ઉનાળા દરમિયાન વન્યપ્રાણીઓની પાણીની જરૂરીયાત પુરી કરે છે અને વન્યપ્રાણીઓને પાણી માટે ભટકવું પડતું નથી.

Advertisement

Image preview

ગીરનું જંગલ સૂકા પાનખર પ્રકારનું જંગલ છે
તમામ જીવો માટે ખોરાક ઉપરાંત પાણી અનિવાર્ય છે, ગીરનું જંગલ સૂકા પાનખર પ્રકારનું જંગલ છે અને સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવે છે. ગીરના જંગલમાં 41 પ્રજાતિના સસ્તન પ્રાણીઓ, 47 પ્રજાતિના સરીસૃપ 338 પ્રજાતિના નિવાસી અને યાયાવર પક્ષીઓ તેમજ બે હજાર થી વધુ પ્રજાતિ ના કિટકો વસવાટ કરે છે.

Advertisement

Image preview

ઘોડાવડી અને ધાતરડી નદીઓનું ઉદ્ગમ સ્થાન છે
ગીરનું જંગલ શેત્રુંજી, હિરણ, શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ, ઘોડાવડી અને ધાતરડી નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. ગીરની જીવાદોરી ગણાતી આ નદીઓ જુદી જુદી દિશામાં વહે છે. તદુપરાંત હિરણ, મચ્છુંન્દ્રી, રાવલ અને શિંગોડા નદી પર એક એક જળાશયો આવેલા છે. આ નદીઓ અને જળાશયો વિશાળ કેચમેન્ટ વિસ્તાર ધરાવે છે. આ નદીઓ અને જળાશયો માત્ર મનુષ્યને પીવા અને કૃષિ હેતુઓ માટે જ નહિ પરંતુ વન્યજીવો માટે પણ પાણી પુરૂ પાડે છે.

Image preview
ઉનાળા દરમ્યાન મોટા ભાગના કેચમેન્ટ અને મોસમી પ્રવાહના વિસ્તારો સુકાઈ જાય છે અને પાણી ભરેલા ખાડા જેને સ્થાનિક રીતે 'ઘુના' તરીકે ઓળખાવામાં આવે છે તેમાં પાણી વધે છે. ગીરના જંગલની ડ્રેનેજ પેટર્ન અને ટેરેનના કારણે આવા કુદરતી પાણીના સ્ત્રોતોનું વિતરણ અસમાન છે. આના કારણે વન્યજીવો જે બાજુ વધુ પાણી હોય તે બાજુ વધુ જતા રહેતા હોય છે. પાણીના પોઇન્ટ નું ઇકોસિસ્ટમ ફંક્શન અને વન્યપ્રાણીઓની હિલચાલ સાથેના જોડાણ ના કારણે તેનું વ્યવસ્થાપન મહત્વપૂર્ણ બની જાય છે. તેથી જ વન વિભાગ માટે ગીરના જંગલોમાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીના પોઇન્ટ નું વ્યવસ્થાપન કરવું અગત્યનું બની જાય છે.

Image preview

બે ભાગોમાં વિભાજીત કરવામાં આવેલા છે
ગીરના જંગલોમાં પાણીના પોઇન્ટને કુદરતી અને કૃત્રિમ એમ બે ભાગોમાં વિભાજીત કરવામાં આવેલા છે. કુદરતી પાણીના પોઇન્ટ એવા હોય છે જે આખા વર્ષ દરમિયાન જો તે વિસ્તારમાં વરસાદ પુરતા પ્રમાણમાં પડ્યો હોય તો કુદરતી ડિપ્રેશન, નદીઓ અથવા મોટા પ્રવાહોમાં પાણીનો સંગ્રહ કરે છે. જ્યારે કૃત્રિમ પાણીના પોઇન્ટ માનવસર્જીત હોય છે, જે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વન્યજીવો માટે પાણી પુરૂ પાડવા બનાવવામાં આવે છે.

Image preview

ગીરમાં કુલ 618 પાણીના પોઇન્ટ આવેલા છે
ગીરના જંગલોમાં ઉનાળાની ઋતુ દરમિયાન વન્યજીવોને પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરવામાં આવેલ છે. ગીરમાં કુલ 618 પાણીના પોઇન્ટ આવેલા છે જે પૈકી 167 કુદરતી અને 451 કૃત્રિમ પાણીના પોઇન્ટ છે. કૃત્રિમ પાણીના પોઇન્ટ વિવિધ માધ્યમો દ્વારા ભરવામાં આવે છે જેમાં વધુમાં વધુ સોલાર અને પવનચક્કી જેવા ઉર્જા સ્ત્રોત નો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં પણ સોલાર ઉર્જા સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે, સૌર ઉર્જાની મદદથી કુલ 163 પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે. આ ઉપરાંત 119 શ્રમયોગીઓ દ્વારા, 80 પાણીના ટેન્કરની મદદથી, 69 પવનચક્કી દ્વારા અને અન્ય માધ્યમો દ્વારા 20 પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે

Image preview

પાણીના પોઇન્ટ ની બાજુમાં માંદણા બનાવવામાં આવે છે
પાણીના પોઇન્ટ ની બાજુમાં માંદણા બનાવવામાં આવે છે, સાબર અને જંગલી ભુંડ જેવી પ્રજાતિઓ માટે માંદણા ખુબ જ મહત્તવપૂર્ણ છે જે તેના શરીરને ગરમી થી રક્ષણ આપે છે અને તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે બાહ્ય પરોપજીવી ક્રિટકો ને શરીર પરથી દૂર કરવામાં, ચામડીને લગતી કોઇ અન્ય તકલીફ માં મદદરૂપ થાય છે. પાણીના પોઇન્ટ માંથી ઉભરાઈને આવતું પાણી આ માંદણામાં આવે છે જેથી પાણીનો સંપૂર્ણ ઉપયોગ થાય છે.

Image preview

કોથળાઓ કીટકોને પાણી પુરૂ પાડે છે
માંદણા ઉપરાંત પાણીના પોઇન્ટ પર અડધા ડૂબેલા અને અડધા બહાર રહે તે રીતે બે શણના કોથળા રાખવામાં આવે છે. આ કોથળાઓ કીટકોને પાણી પુરૂ પાડે છે અને હવાના કારણે પાણીમાં ઉત્પન્ન થતી લહેરોથી કીટકોને ધોવાઇ જવાથી બચાવે છે. જો પાણીના પોઇન્ટ ની બાજુમાં માંદણુ હોય તો આ કોથળા ની જરૂર પડતી નથી કેમ કે માંદણા આ હેતુ પુરો પાડે છે.

Image preview
ગીરના જંગલમાં વન્યજીવોને ટકાવી રાખવા આ કૃત્રિમ પાણીના પોઇન્ટ કુદરતી પાણીના પોઇન્ટ સાથે વિવિધ વન્યપ્રાણીઓની પાણીની જરૂરીયાત પુરી કરે છે. ગીરના જંગલમાં પાણીના પોઇન્ટ નું વ્યવસ્થાપન વન્યજીવોના સંરક્ષણ અને વ્યવસ્થાપનની કામગીરી નું એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે.

આપણ  વાંચો- ભુજના કિઆનની અનોખી સિદ્ધિ, આખે પાટા બાંધીને કરે છે સ્કેટિંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.