Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ 'સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023'નું આયોજન, CMએ કહ્યું- PM મોદીએ 3S સ્પોર્ટ્સ, સ્કીલ અને સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ આપ્યો...

ગાંધીનગરમાં આજે એટલે કે ગુરુવારે હેલિપેડ ગ્રાઉન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રિ-વાઇબ્રન્ટ 'સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા...
ગાંધીનગરમાં પ્રિ વાઇબ્રન્ટ  સ્ટાર્ટઅપ કોન્કલેવ 2023 નું આયોજન  cmએ કહ્યું  pm મોદીએ 3s સ્પોર્ટ્સ  સ્કીલ અને સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ આપ્યો

ગાંધીનગરમાં આજે એટલે કે ગુરુવારે હેલિપેડ ગ્રાઉન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રિ-વાઇબ્રન્ટ 'સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર, ગુજરાતના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.

Advertisement

આ કાર્યક્રમમાં વિવિધ સેશન્સ, માસ્ટર ક્લાસીસ અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ નેટવર્કિંગની તકોનું પણ આયોજન કરાયું છે. આ કાર્યક્રમ દરમિયાન ભારતના સ્ટાર્ટઅપ્સની અદભુત સફળતાઓની વિવિધ ગાથાની ઉજવણી કરશે. સાથે જ DPIIT, સ્ટાર્ટઅપ-ઇન્ડિયા ઇનોવેશનની સફળતાઓની ગાથાઓ પ્રદર્શિત કરાશે. આ કાર્યક્રમને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ યુવા શક્તિના ભરોસે 'નવું ભારત વિકસિત ભારત'ની નીંવ રાખી છે. તેમણે કહ્યું કે, ઇનોવેશન એ માનવ વિકાસ અને પ્રગૃતિ માટે હંમેશાં કેન્દ્રમાં રહ્યું છે. આદિકાળમાં આગની શોધ, આત્મરક્ષા માટે હથિયારની શોધ હોય કે પછી વાહનો માટે વ્હીલની શોધ હોય, વર્તમાન સમયમાં ડ્રોન, સ્પેસ અને આધુનિક ટેક્નોલોજી સહિત તમામ ક્ષેત્રે માનવ જાતિએ પ્રગૃતિ કરી છે.

Advertisement

'આજે ભારત 108 યુનિકોર્ન સ્ટાર્ટઅપ સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ બન્યું'

તેમણે કહ્યું કે, ઇનોવેશનથી સામાજિક જીવનમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, પીએમ મોદીના દૂરદર્શી વિઝનના કારણે જ આજના યુવાનોના સપના પૂર્ણ થઈ રહ્યા છે. તેમના વિચારોને નવી પાંખ મળી રહી છે. યુવા શક્તિના સામર્થ્યથી વિકસિત ભારત -2027ના લક્ષ્ય સાથે પીએમ મોદીએ નવા ભારત માટે સ્ટાર્ટઅપ-ઇનોવેશનને પ્રાથમિકતા આપી છે. યુવાનોના નવા વિચાર, સંકલ્પને સાકાર કરવા માટે પીએમ મોદીએ 3Sનો કોન્સેપ્ટ આપ્યો છે. 3S એટલે કે સ્પોર્ટ્સ, સ્કીલ અને સ્ટાર્ટઅપ. તેમણે કહ્યું કે, આ ત્રણેય ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધામાં ભારતના યુવાનોએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પીએમ મોદીએ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રમોટ કરીને પેટેન્ટ અને રજિસ્ટ્રેશનની પ્રોસેસને ખૂબ જ સરળ બનાવી છે. પીએમ મોદીના કુશળ નેતૃત્વમાં ભારત આજે 108 યુનિકોર્ન સ્ટાર્ટઅપ સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ બન્યું છે.

Advertisement

'જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ સમિટનું આયોજન'

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત આજે દેશ માટે વિકાસનું રોલ મોડલ બન્યું છે. પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી, જેના કારણે ગુજરાત રાજ્યના વેપાર,ઉદ્યોગ, સાહસિકતા અને રાજ્યના સંપૂર્ણ ઉદ્યોગ ઇકો સિસ્ટમને વૈશ્વિક મંચ પણ એક અલગ ઓળખ મળી છે. સાલ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ એક સ્ટાર્ટ અપ તરીકે શરૂ કરવામાં આવી હતી, જે હવે આ સમિટ એક વિશાળ વટવૃક્ષની જેમ ગ્લોબલ યુનિકોર્ન સ્ટાર્ટઅપ બની છે. તેમણે કહ્યું કે, જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે અને સ્ટાર્ટઅપ આ કાર્યક્રમમાં ભાગ લે તે માટે આજે પ્રિ-વાઇબ્રન્ટ 'સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023'નું આયોજન કરવામાં આવ્યું છે. 2016માં સૌથી પહેલા ગુજરાતમાં 5 વર્ષ માટે સ્ટાર્ટઅપ પોલીસી લાગૂ કરવામાં આવી હતી. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી એસએસઆઈપી માટે પહેલા 200 કરોડ રૂપિયા અને હવે એસએસઆઈપી 2.0 માટે રૂ. 500 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ગ્રીન એનર્જી, સેમિ કન્ડક્ટર, ડિફેન્સ અને એરો સ્પેસ જેવા સેક્ટર માટે નવા દ્વાર ખુલી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ સેક્ટરમાં નવા સ્ટાર્ટઅપને સફળતા મળશે.

2022 સુધીમાં ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100ને પાર પહોંચી

દેશભરમાં ગુજરાત શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતું રાજ્ય બન્યું છે. 108 જેટલા સ્ટાર્ટઅપ યુનિકોર્ન બન્યા, જેનું મૂલ્યાંકન આશરે 340.80 બિલિયન ડોલર છે. વર્ષ 2021માં દેશમાં 44 યુનિકોર્ન થયા, જ્યારે સાલ 2022માં દેશમાં 21 યુનિકોર્ન થયા. સાલ 2011માં ભારતમાં પ્રથમ યુનિકોર્ન મળ્યું હતું. સાલ 2022 સુધીમાં ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100ને પાર પહોંચી હતી.

આ પણ વાંચો- ગુજરાતમાં બનશે નવા 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ, સરકારે AAI સાથે કર્યા MOU

Tags :
Advertisement

.