Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Science City ખાતે એક દિવસીય રોબોટિક્સ વર્કશોપ “નૉ યોર રોબોટ્સ”નું આયોજન

Gujarat Science City : ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City) ની રોબોટિક્સ ગેલેરીમાં એક દિવસીય 'નૉ યોર રોબોટ્સ’વર્કશોપ (Robotics workshop) નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની રસપ્રદ દુનિયામાં સંશોધન કરવા અને પ્રેરણા આપવાનો...
gujarat science city ખાતે એક દિવસીય રોબોટિક્સ વર્કશોપ “નૉ યોર રોબોટ્સ”નું આયોજન
Advertisement

Gujarat Science City : ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City) ની રોબોટિક્સ ગેલેરીમાં એક દિવસીય 'નૉ યોર રોબોટ્સ’વર્કશોપ (Robotics workshop) નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની રસપ્રદ દુનિયામાં સંશોધન કરવા અને પ્રેરણા આપવાનો તેમજ વિદ્યાર્થીઓને રોબોટિક્સ ક્ષેત્રમાં રિસર્ચ અને ડેવલપમેન્ટથી સજ્જ કરીને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવાનો હતો.જેથી ભવિષ્યમાં તેઓ આ ક્ષેત્રમાં આગળ વધી શકે અને સંશોધનો કરીને દેશની તકનીકી પ્રગતિને આકાર આપી શકે.

Advertisement

Advertisement

વર્કશોપમાં કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

આ વર્કશોપમાં કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમને રોબોટિક્સ ગેલેરીના પાંચ ટેક્નિકલ ટ્યુટર દ્વારા વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોબોટિક્સ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ડ્રોન, હેક્સાપોડ્સ, DIY અને સેન્સર-આધારિત રોબોટ્સ સહિત વિવિધ રોબોટ્સની આંતરિક કામગીરીનું અન્વેષણ કર્યું હતું તથા તેમના મિકેનિઝમ્સ અને એપ્લિકેશન્સ વિશે ઊંડી સમજ મેળવી હતી. થિયરી સત્રમાં વિદ્યાર્થીઓને ઈમેજ પ્રોસેસિંગ અને સેન્સર આધારિત એપ્લિકેશનની મૂળભૂત બાબતોની માહિતી આપવામાં આવી હતી.

Advertisement

રોબોટિક્સ ગેલેરીની ટૂર પણ કરાવવામાં આવી

ત્યારબાદ વિદ્યાર્થીઓએ DIY રોબોટિક્સ કિટ દ્વારા પ્રયોગો કરીને પ્રારંભિક કક્ષાના રોબોટ્સ બનાવ્યા હતા.વર્કશોપ પછી સહભાગી વિદ્યાર્થીઓને ટેક્નિકલ નિષ્ણાતોની આગેવાની હેઠળ રોબોટિક્સ ગેલેરીની ટૂર પણ કરાવવામાં આવી હતી.જેટૂરમાં મેડિકલ રોબોટ્સ,સર્ચ અને રેસ્કયુ રોબોટ્બેડમિન્ટન રોબોટ,વગેરે જેવા 50 થી વધુ વિશિષ્ટ શ્રેણીના રોબોટ્સ તથા તેમની અનન્ય સુવિધાઓ,ક્ષમતાઓ અને વાસ્તવિક દુનિયાની એપ્લિકેશન્સ કઈ રીતે કામ કરે છે તે બતાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આવા વર્કશોપની સાથે સાથે ગુજરાત સાયન્સ સિટીની રોબોટિક્સ ગેલેરીમાં કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ અને રોબોટિક્સના ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો માટે પાયથોન, પિક્સહૉક, સી-લેંગ્વેજ અને આર્ડ્યુનો પ્રોગ્રામિંગ, AI,રોબોટિક્સ ઑપરેશન સિસ્ટમ્સ અને CAD પરના બેઝિક અને એડવાન્સ લેવલના કોર્સ પણ ચલાવવામાં આવે છે.

અહેવાલ -સંજય જોષી -અમદાવાદ 

આ પણ  વાંચો - Devgarh Baria : બામરોલી ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટા પાયે ગેરરીતી !

આ પણ  વાંચો - Film Producers: રાડો અને નાડીદોષ જેવી ફિલ્મોના પ્રોડ્યુસરે સુરતમાં કરોડો રૂપિયા ચાઉં કર્યા

આ પણ  વાંચો- VADODARA : ભાજપના ઉમેદવારોની જીત માટે સમર્થકે આકરી માનતા પૂર્ણ કરી

Tags :
Advertisement

Trending News

.

×