Mahisagar Lake: વિકસિત ગુજરાતમાં છેલ્લા 20 વર્ષીથી આસપુર ગામનું તળાવ માત્ર માટીનું મેદાન
Mahisagar Lake: ગુજરાત સરકાર (Gujarat) દરેક જાહેર કાર્યક્રમમાં વિકસિત ગુજરાત (Viksit Gujarat) ના અહેવાલો રજૂ કરતી હોય છે. સરકારી તંત્રે કરેલા મસમોટા વિકાસના કામોના ગુણગાન ગાવામાં આવતા હોય છે. તો નેતાઓ ચૂંટણી (Lok Sabha Election) સમયે આકાશને આંબે તેવા વચનો આપી મત મેળવી લેતા હોય છે. પરંતુ વચનો પાળવાના નામે શૂન્ય સાબિત થતા હોય છે. તો ગુજરાત (Gujarat) સરકારના અહેવાલો અને હકીકતમાં ઘણો તફાવત છે.
- વિરપુરના એક ગામમાં લોકસભા ચૂંટણીનો બહિષ્કાર
- આસપુર ગામમાં 20 વર્ષથી તળાવમાં પાણીની બુંદ નહીં
- ગામલોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત તળાવ છે
તાજેતરમાં મહિસાગર જિલ્લા (Mahisagar) ના વિરપુર તાલુકામાં આવેલા આસપુર ગામના લોકોએ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો બહિષ્કાર કર્યો છે. તેની સાથે ગુજરાત સરકારના પાણી પુરવઠા સામે આંદોલનની ચીમકી (Protest) પણ આપી છે. ત્યારે મળતી માહિતી મુજબ આસપુર ગામમાં એક મોટું તળાવ (Lake) આવેલું છે. પરંતુ આ તળાવ ચોમાસા પછી માત્ર માટીનું મેદાન બનીને રહેતું હોય છે.

Mahisagar Lake
ચોમાસા બાદ તળાવની સ્થિતિ દયનીય
જોકે આ ગામમાં લોકોની સંખ્યા આશરે 2000 થી 2100 ની છે. ગ્રામ્યજનો સહિત પશુ-પક્ષીઓ પાણીનો મૂળભૂત આઘાર સ્ત્રોત આ એક માત્ર તળાવ (Lake) છે. તેમ છતાં છેલ્લા 20 વર્ષથી આ તળાવ (Lake) ની એક સ્થિતિ જોવા મળી રહી છે. ચોમાસું આવે ત્યારે કુદરતી પાણીથી તળાવ (Lake) પાણીથી ભરાયેલું જોવા મળે છે, ત્યારે બાદ બીજુ ચોમાસું આવે ત્યાં સુધી તળાવ (Lake) ના તળિયા દેખાતા રહે છે.
ગામલોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત તળાવ છે

Mahisagar
આસપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી (Farming) નો છે. તેમ છતા આસપુર ગામના તળાવ (Lake) ની સ્થિતિ દયનીય રહે છે. ગ્રામ્યજનો દ્વારા છેલ્લા 20 વર્ષમાં લાખોવાર મહિસાગર જિલ્લા (Mahisagar) ના પાણી પુરવઠા વિભાગને આ સમસ્યાને લઈ જાણ કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓ અને તંત્ર ઘોર નિંદ્રામાં હોય, તેવી રીતે તેમની પરિસ્થિતિને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.
ગામના લોકોએ લોકસભા ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Mahisagar
જ્યારે પણ લોકસભા અને વિધાનસભા ચૂંટણી આવે છે, ત્યારે નેતાઓ અને અધિકારીઓ દ્વારા મસમોટા તળાવ (Lake) ને લઈ વાયદાઓ કરવામાં આવે છે. પરંતુ ચૂંટણી સમાપ્ત થઈ ગયા બાદ ના કોઈ નેતા અને ના કોઈ સરકારી અધિકારી તળાવ (Lake) ની પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માટે જવાબદાર બને છે. ત્યારે આ વખતે આસપુર ગામના લોકોએ લોકસભા ચૂંટણી 2024 નો બહિષ્કાર કર્યો છે.
આ પણ વાંચો: Gondal : રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક
આ પણ વાંચો: Ahmedabad : નારોલ ગામના તળાવમાં હજારો માછલીના મોત
આ પણ વાંચો: VADODARA : રૂપાલાના વિવાદીત નિવેદનનો વિરોધ વડોદરા પહોંચ્યો