Gujarat Rain : બંગાળની ખાડીમાં લો -પ્રેશર થયું સક્રિય, રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે પડશે વરસાદ
ગુજરાતમાં જુલાઈ સુધી સારો વરસાદ વરસ્યા બાદ આખો ઓગસ્ટ મહિનો કોરો ધાકોર ગયો છે. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં પણ શરૂઆતના પાંચ દિવસમાં વરસાદની કોઈ જ આગાહી નહીં હોવાથી ખેડૂતો ચિંતિત થયાં છે.ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થઈ શકે છે.. અને આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.. હવામાન વિભાગ અનુસાર સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે... બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે..
હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં 7 થી 10 તારીખ દરમિયાન વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી અઠવાડિયામાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ,નવસારી,તાપી,ડાંગ,દમણ અને દાદરાનગરહવેલી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
21 જિલ્લામાં 91 ટકાથી વધુ વરસાદની નોંધાયો
રાજ્યમાં પાંચમી સપ્ટેમ્બર સુધીમાં 81.85 ટકા વરસાદ નોંધાયો છે. આટલો વરસાદ હોવા છતાં રાજ્યના 21 જિલ્લામાં 91 ટકાથી વધુ વરસાદની ઘટ છે. જૂન-જુલાઇમાં સાડા 27 ઇંચ વરસાદે છેલ્લાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ સર્જ્યો હતો. પરંતુ ઓગસ્ટમાં વરસાદ રોકાઈ જવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતાં. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ 9 ઇંચ વરસાદ થવો જોઇએ તેની સામે માત્ર દોઢ ઇંચ વરસાદ થતાં 89% વરસાદની ઘટ પડી છે. પોરબંદરમાં 99% ઓછા વરસાદ સાથે રાજ્યનો સૌથી વધુ ઘટ ધરાવતો જિલ્લો રહ્યો છે. રાજ્યમાં કચ્છમાં 136.19, ઉત્તર ગુજરાતમાં 67.96, મધ્ય ગુજરાતમા 66.19, સૌરાષ્ટ્રમાં 110.12, દક્ષિણ ગુજરાતમાં 73.74 ટકા વરસાદ થયો છે.
આ પણ વાંચો-JAMNAGAR : ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટનું નિધન, કચ્છ આશ્રમમાં અંતિમવિધી કરવામાં આવશે