Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લ્યો બોલો,, હવે સુરતમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યાં છે. આ નકલી અધિકારીઓ મહાઠગ બનીને લોકોને છેતરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં 24 કલાકના ગાળામાં જ બે નકલી અધિકારીઓ પકડાયા છે. ગાંધીનગરમાંથી નકલી FCI નો ડાયરેક્ટર પકડાયો છે. તો સુરતમાં ડુપ્લીકેટ...
લ્યો બોલો   હવે સુરતમાંથી નકલી ips અધિકારી ઝડપાયો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યાં છે. આ નકલી અધિકારીઓ મહાઠગ બનીને લોકોને છેતરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં 24 કલાકના ગાળામાં જ બે નકલી અધિકારીઓ પકડાયા છે. ગાંધીનગરમાંથી નકલી FCI નો ડાયરેક્ટર પકડાયો છે. તો સુરતમાં ડુપ્લીકેટ IPS અધિકારી પકડાયો છે.

Advertisement

ચાર રસ્તા પર વાહનોને પકડી મેમો આપતો

Advertisement

સુરતમાં ઉધના પોલીસે ડુપ્લીકેટ આઇપીએસ અધિકારી ઝડપી પાડ્યો છે. સંચા ખાતામાં કામ કરતો શખ્સ IPS ની વર્દી પહેરી ફરતો હતો. જે અંગેની જાણ સુરત પોલીસને થતા પોલીસે મોહમ્મદ શરમાઝ નામનાં શખ્સની ધરપકડ કરી હતી. જે ચાર રસ્તા પર વાહનોને પકડી મેમો આપતો હતો. એટલું જ નહિ, તેની પાસેથી વોકી ટોકી સહિતના સાધનો કબ્જે કરાયા છે. સુરતના ઉધનાં વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે હાલ તો પોલીસે તેની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપી મોહમ્મદ શર્માઝ મૂળ બિહારનો વતની છે અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં રહે છે.

Advertisement

ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં મન ફાવે તેમ લોકો અધિકારીઓ બનીને લોકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. કિરણ પટેલથી શરૂ થયેલો સિલસિલો હજી અટક્યો નથી. તાજેતરમાં જ ગુજરાતમાંથી આખેઆખી નકલી સરકારી કચેરી જ ઝડપાઈ હતી. જે તંત્રની કામગીરી પર મોટા સવાલો પેદા કરે છે. આવુ ક્યા સુધી ચાલતુ રહેશે.

આ  પણ  વાંચો -ગોંડલનાં રાજાશાહી સમયના બંને હેરીટેજ પુલ જર્જરિત હાલતમાં

Tags :
Advertisement

.