Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : સિવિલ હોસ્પિટલમાં શિશુ કેર સેન્ટર કાર્યરત,સાંસદ રમેશભાઈ ધડુક હસ્તે ખુલ્લુ મુકાયું

અહેવાલ-વિશ્વાસ ભોજાણી -ગોંડલ    ગોંડલ માં નવજાત શિશુ ની સારવાર માટે રાજકોટ દોડવુ પડતુ હતુ.ત્યારે ગોંડલ ને જિલ્લા કલેક્ટર તથા રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓ સાથે દશ બેડના શિશુ કેર યુનિટ ની ભેટ મળીછે.સિવિલ હોસ્પિટલ મા કલેક્ટર અને સાંસદ ના...
gondal   સિવિલ હોસ્પિટલમાં શિશુ કેર સેન્ટર કાર્યરત સાંસદ રમેશભાઈ ધડુક હસ્તે ખુલ્લુ મુકાયું
Advertisement

અહેવાલ-વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Advertisement

Advertisement

ગોંડલ માં નવજાત શિશુ ની સારવાર માટે રાજકોટ દોડવુ પડતુ હતુ.ત્યારે ગોંડલ ને જિલ્લા કલેક્ટર તથા રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓ સાથે દશ બેડના શિશુ કેર યુનિટ ની ભેટ મળીછે.સિવિલ હોસ્પિટલ મા કલેક્ટર અને સાંસદ ના હસ્તે કેર યુનિટ નુ ઉદ્ઘાટન થવા પામ્યુ છે.

Advertisement

Image preview

શિશુ કેર યુનિટ માં આધુનિક વોર્મર,મોનીટર, સીરીજ પંમ્પ,ફોટોથેરાપી,મોબાઈલ એક્સરે,સેન્ટ્રલ ઓક્સિજન લાઇન ઉપરાંત અધુરા મહીને જન્મેલ બાળક ને શ્ર્વાસના રોગોની સારવાર મળી રહેશે. શિશુ કેર સેન્ટર માટે રુ.૪૧,૮૧,૨૮૧ ના કુલ ખર્ચ મા કલેક્ટર દ્વારા લોકમેળા ફંડ,સુઝલોન કંપની તથા સરકાર ની ગ્રાન્ટ નો સમાવેશ થાય છે.

Image preview

સિવિલ હોસ્પિટલ ખાતે દશ બેડ ના શિશુ કેર યુનિટ નુ જીલ્લા કલેકટર પ્રભવ જોશી સાંસદ રમેશભાઈ ધડુક નાં હસ્તે ઉદ્ધાટન કરાયુ હતુ.આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,પ્રાંત અધિકારી રાહુલ ગમારા,જસદણ પ્રાંત અધિકારી રાજેશ આલ, અધિક્ષક ડો.ભાલાળા,ડો.વાણવી,નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,રાજેન્દ્રસિંહ જાડેજા,ધર્મેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ પરવડીયા,શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના દિનેશભાઈ માધડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ  પણ  વાંચો -ગોંડલમાં ફોતરીના ગોડાઉનમાં આગ લાગી, ફોતરીનો મોટો જથ્થો સળગીને ખાખ

Tags :
Advertisement

Trending News

.

×