Independence Day 2023: વલસાડમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું
દેશ 77માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પરથી વડાપ્રધા નરેન્દ્ર મોદીએ સતત 10મી વખત તિરંગો ફરકાવ્યો છે ત્યારે વલસાડમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ છે. ત્યારે આજે વલસાડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવ્યો હતો . ત્યારે રાજ્યક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા . રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77માં સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય હતા
ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા : cm ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વલસાડ એ ભૂમી છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા અને એ પારસીઓએ પણ આઝાદીની લડાઈમાં અમુલ્ય યોગદાન આપ્યું હતું. મારી માટી અભિયાન હેઠળ દેશના અઢી લાખ ગામની માટી દિલ્હી પહોંચાડાશે અને ત્યા વિરશહિદોના સ્મારક પાસે અમૃત વાટીકાનું નિર્માણ કરાશે, આવો આપણે બધા આ અભિયાનમાં યોગદાન આપીએ.
ગુજરાત 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતુ રાજ્ય બન્યું
ગુજરાત 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતુ રાજ્ય બન્યું છે. આઝાદીના અમૃતકાળ અવસરે ભારતને જી - 20 સમિટની યજમાની કરી છે. ભારતને પણ 16થી વધુ બેઠકોનું આયોજન કરવાની તક મળી છે. સેમિકન્ડક્ટરનો સૌપ્રથમ પ્લાન્ટ દેશમાં ગુજરાતમાં છે. ગાંધીનગરનું ગિફ્ટ સિટી દેશમાં બિઝનેસ હબ છે. દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવામાં નવા કિર્તિમાન સ્થાપ્યા છે. ત્યારે પ્રવાસન ક્ષેત્રે પણ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવામાં નવા કિર્તિમાન સ્થાપ્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણ, સોમનાથ, અંબાજી જેવા યાત્રાધામમાં ગત વર્ષે 17.80 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યાં હતા.
રાજ્ય સરકારે આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું આયોજન
બજેટના 5 સ્તંભ તે ગુજરાતના વિકાસના 5 સ્તંભ છે, આદીજાતીના બાળકોને ગુણવતા યુક્ત શિક્ષણ મળે અને આદિવાસીઓનો વિકાસ થાય તે માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકી છે, આ યોજનાની સફળતાના પગલે વનબંધુ કલ્યાણ -2 યોજનાને અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે
વલસાડને અંદાજે 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી
આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડને અંદાજે 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. જેમાં અંદાજે એકસો કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને 37.80 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કર્યું. જે અંતર્ગત આજે મુખ્યમંત્રીએ એકસો લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવા 1 કરોડ 44 લાખના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલય કમ રીડિંગ સેન્ટર સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું.
સ્વાતંત્ર્ય પર્વ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે
સ્વાતંત્ર્ય પર્વ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણમાં, કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ સુરતમાં, ઋષિકેશ પટેલ વડોદરામાં, રાઘવજી પટેલ રાજકોટમાં, કુંવરજી બાવળીયા અમદાવાદમાં, મુળુભાઇ બેરા કચ્છમાં, કુબેરભાઇ ડિંડોર છોટાઉદેપુરમાં અને ભાનુબેન બાબરિયા જૂનાગઢમાં ધ્વજવંદન કર્યું છે.
આ પણ વાંચો-સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ