Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad ; યુવક ચાલુ મેચ દરમિયાન કેવી રીતે પહોંચ્યો પિચ સુધી ?

રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન એક ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનસન મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર ઘુસી આવ્યો હતો. જેના અંગે ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્સફરન્સ યોજી આરોપી અંગે તમામ માહિતી આપી હતી. જેમાં વેન જોનસને ટી-શર્ટ પર...
ahmedabad   યુવક ચાલુ મેચ દરમિયાન કેવી રીતે પહોંચ્યો પિચ સુધી

રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન એક ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનસન મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર ઘુસી આવ્યો હતો. જેના અંગે ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્સફરન્સ યોજી આરોપી અંગે તમામ માહિતી આપી હતી. જેમાં વેન જોનસને ટી-શર્ટ પર સ્લોગન લખેલું છે તેની સાથે કોઈ લેવા દેવા નથી તેમ સામે આવ્યું છે.

Advertisement

નીરજ કુમાર બડગુજર જેસીપી ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, વેન જોનસને મેચ દરમ્યાન સિક્યોરિટી તોડી હતી. ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનસન આરોપી છે. વેનના પિતા ચાઇનીઝ અને માતા ફિલીપીન્સના છે. વેન જોન્સન ફેમસ થવા માટે આવા કામ કરે છે. તેમજ તેને મેચ માટેની ટિકિટ ઓસ્ટ્રેલિયા થી ઓનલાઇન બુક કરાવી હતી.

Advertisement

Advertisement

આ દરમિયાન પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વેનની ટી-શર્ટ પર જે સ્લોગન લખેલું છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. જેથી તે ફેમસ થવા માટે કરે છે. જાણવા મળ્યું કે તેનું નામ વેન જોન્સન છે અને તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે. તેની માતા ઇન્ડોનેશિયન છે અને પિતા ચીની છે... તે જે કંઈ કમાય છે, તેનો ઉપયોગ તે વિવિધ મેચોમાં જવા માટે કરે છે અને મેચોમાં ઉલ્લંઘન કરે છે. 2020 માં, તેણે રગ્બી મેચમાં પ્રવેશ કર્યો, તેના પર 200 ડોલરથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો અને પછી તેને છોડી દેવામાં આવ્યો. બંધ.2023 માં પણ તેણે મહિલા મેચમાં પ્રવેશ કર્યો, અને પછી તેને USD 500 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો... તે ગઈકાલે મેચમાં પ્રખ્યાત થવા માટે પ્રવેશ્યો.  તે વાદળી ટીશર્ટ પહેરીને ગેટ નંબર 1 દ્વારા સ્ટેડિયમમાં પ્રવેશ્યો. ભારતીય ટીમ. પછી તેણે કાંટાળા તારથી ઢંકાયેલી 6.5 ફૂટ ઉંચી ફેન્સીંગ ઉપરથી કૂદકો માર્યો. તેના હાથ પર પણ ઈજા થઈ હતી..એફઆઈઆર નોંધાઈ હતી. હવે તપાસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે..અમને 1 દિવસના રિમાન્ડ મળ્યા છે.

તેમજ પોલીસે જણાવ્યું કે, વધારે લાઈક માટે અને ફેમસ થવા માટે તે આ કરે છે. આ ઉપરાંત આ પીચ પર જાવ માટે ખાસ બુટ પણ લીધા જેથી ફાસ્ટ રનિંગ કરી શકે આ પ્લાન ત્યાં થી કરી ને આવ્યો હતો. સ્ટેડિયમમાં પ્રવેશ સમયે ઈન્ડિયાની ટીશર્ટ પહેર્યું હતું. પોલીસની ત્યાં હાજરી હતી ઝીગ ઝેગ દોડી ને તે ત્યાં ગયો હતો. માત્ર પાંચ-છ સેકેન્ડમાં કુદૂને અંદર પહોંચી ગયો હતો.

પોલીસે તપાસ દરમિાયન એ પણ જણાવ્યું કે, આ વ્યક્તિ કોઈ ગ્રુપ કે સંગઠન સાથે જોડાયેલો નથી. પોલીસે રોકવાની કોશિશ કરી હતી. જ્યારે બીજી તરફ સીપી એ હાજર પોલીસ કર્મચારીઓની બેદરકારી હતી કે કેમ તેને લઈને તપાસ સોંપવામાં આવી છે. તેમજ ગાંધીનગર ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં પણ વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ છે.

આ  પણ  વાંચો -સિક્યોરિટી તોડી મેદાનમાં ઘુસેલા યુવકના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Advertisement

.