Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat High Court: રાજ્યની જેલનાં ફરાર થતા કેદીઓ માટે સજા અંગે નીતિ જ નથી : હાઈકોર્ટ

Gujarat High Court: ગુજરાત રાજ્યની વિવિધ જેલ માંથી ફરાર કેદીઓ (Escaped prisoners)જેટલો સમય ફરાર રહે તે સમયે નિયમિત કરવા અંગે તેમ જ જો આ સમયગાળો નિયમિત ન થાય તો કેદી ઉપર ઉચિત સજા લાદવા મામલે એક સર્વગ્રાહી નીતિ ઘડવા ગુજરાત...
gujarat high court  રાજ્યની જેલનાં ફરાર થતા કેદીઓ માટે સજા અંગે નીતિ જ નથી   હાઈકોર્ટ

Gujarat High Court: ગુજરાત રાજ્યની વિવિધ જેલ માંથી ફરાર કેદીઓ (Escaped prisoners)જેટલો સમય ફરાર રહે તે સમયે નિયમિત કરવા અંગે તેમ જ જો આ સમયગાળો નિયમિત ન થાય તો કેદી ઉપર ઉચિત સજા લાદવા મામલે એક સર્વગ્રાહી નીતિ ઘડવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર(state government)ની એક મહત્વના આદેશ મારફતે ફરમાન કર્યું છે .હાઇકોર્ટ(Gujarat High Court)ની ખંડપીઠે આગામી મુદતે સમગ્ર મામલે યોગ્ય નીતિ ઘડવાની જરૂરી માર્ગ દર્શિકા જારી કરવા પણ રાજ્ય સરકારને તાકીદ કરી હતી

Advertisement

જેલમાંથી કોઈ કેદી ફરાર થાય તો શું સજા હોય છે ?

સાબરમતી જેલમાંથી એક કેદી દ્વારા થયેલી અરજીની સુનાવણી દરમિયાન આ સમગ્ર મામલો અદાલતના ધ્યાન પર આવ્યો હતો જેથી હાઇકોર્ટે સરકાર પક્ષ પાસેથી વિગતો મંગાવી હતી કે જો જેલમાંથી કોઈ કેદી ફરાર થઈ જાય તો તેનો કેટલો સમય ગાળો નિયમિત કરવામાં કેવી રીતે આવે છે અને જો નિયમિત નથી કરાતું તો તેની પર શું સજા લાદવામાં આવે છે??

Advertisement

કેદી ફરાર રહે તે સજા ને અંગે નીતિ ઘડવા હાઇકોર્ટનો હુકમ

સરકાર તરફથી રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જેલ વિભાગ ગુજરાત રાજ્યના તારીખ 8 5 2015 ની માર્ગદર્શિકા રજુ કરાઈ હતી જોકે હાઇકોર્ટે માર્ગદર્શિકા અને જેલ સત્તાધિશોના પાલનમાં વિરોધાભાસ અને અલગ અલગ વલણોને લઈને ગંભીર નારાજગી પણ વ્યક્ત કરી હતી જણાવ્યું હતું કે એ બહુ આઘાતજનક છે કે જેલમાંથી કેદીઓ ફરાર થઈ જાય ત્યારે 29 દિવસથી લઈને 7,000 દિવસ સુધી ફરાર રહ્યાની અને ફર્લો લાદવાની જુદી જુદી સજા અંગેની વિગતો દર્શાવાઈ છે

Advertisement

પ્રસ્તુત કેસમાં કેદી જેલમાંથી 496 દિવસથી વધુ સમય સુધી ફરાર રહ્યો હતો અને તેણે જેલ સત્તાધીશો સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેની માતાની વૃદ્ધાવસ્થાના કારણે અને તેની કોઈ સારસંભાળ રાખનાર નહીં હોવાથી તે આટલો સમય ફરાર રહ્યો હતો. વડોદરા જેલના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ કેદીની કેફિયત પરત્વે કોઈ જ તપાસ કે ખરાઈ કર્યા વિના કે સમર્થનકારી દસ્તાવેજો ચકાસ્યા વિના સીધો ખુલાસો સ્વીકારી લીધો હતો

અહેવાલ -કલ્પીન ત્રિવેદી,અમદાવાદ

આ પણ  વાંચો - Gujarat Weather Rain : રાજ્યના 13 જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

આ પણ  વાંચો - VADODARA : વિતેલા 24 કલાકમાં ફાયર વિભાગે 2 કાર શોરૂમ સીલ કર્યા, અનેકને નોટીસ

આ પણ  વાંચો - Aravalli Rain : અરવલ્લી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન

Tags :
Advertisement

.