Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજી મંદિરમાં ફરજ બજાવતા GISFS સિક્યુરિટી ગાર્ડએ રાજ્યપાલને ઈચ્છામૃત્યુની મંજૂરી માટે પત્ર લખ્યો

અહેવાલ-શક્તિસિંહ રાજપૂત,અંબાજી   શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખવામાં...
અંબાજી મંદિરમાં ફરજ બજાવતા gisfs સિક્યુરિટી ગાર્ડએ રાજ્યપાલને ઈચ્છામૃત્યુની મંજૂરી માટે પત્ર લખ્યો

અહેવાલ-શક્તિસિંહ રાજપૂત,અંબાજી

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર ઝેડ કેટેગરી મા આવતુ હોવાથી આ મંદિરમા સુરક્ષા વ્યવસ્થા જોવા મળે છે. અને આખા મંદિરનું નિરીક્ષણ સધન સુરક્ષા થી લઇને અલગ અલગ જવાનો દ્રારા કરાય છે. અંબાજી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા નું નિરીક્ષણ કરવા માટે કંટ્રોલરૂમ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં બનાસકાંઠા પોલીસના જવાનો અને સધન સુરક્ષાના પીએસઆઈ સહીત બોર્ડરવિંગ, એસઆરપી, હોમગાર્ડ,બનાસકાંઠા પોલિસ,GISFS ગાર્ડ સહીત અલગ અલગ જગ્યાએ પોઇન્ટ પર ફરજ બજાવતા જોવા મળી રહ્યાં છે.અંબાજી મંદિરમાં છેલ્લા 18 મહિનાથી ફરજ બજાવતા માવજીભાઈ સરવૈયા ની બદલી ભાવનગર જિલ્લા થી બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી છે અને તેઓ અત્યારે અંબાજી મંદિરમાં ફરજ બજાવી રહ્યા છે. અંબાજી મંદિરમાં આવ્યા બાદ તેમને અલગ અલગ માહિતી દ્વારા કૌભાંડ ખુલ્લા પાડ્યા હતા અને તેમને આ બાબતે ઉચ્ચકક્ષા સુધી રજુઆત કરી હતી પણ કાયમી નિકાલ ન આવતા તેમને આજરોજ મહામહિમ રાજ્યપાલને પત્ર લખીને ઇચ્છા મૃત્યુની મંજુરી માંગી છે.

Advertisement

માવજીભાઈ સરવૈયાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે હુ 1997 થી આ GISFS સંસ્થા મા ફરજ બજાવુ છુ. તેમને જે અરજી મા જણાવ્યુ હતુ કે 2021-22 મા સરકારી ભરતીની વેબસાઇટ ઓજસ ઉપર ભરતી ની જાહેરાત મા ભુમિદળ, નૌકાદળ,SSB,ITBP,SSB, હોમગાર્ડ નિવૃત્ત જે લોકો હોય એજ લોકો ઓન લાઈન અરજી કરી શકે પરંતુ માવજીભાઈ સરવૈયાએ જણાવ્યુ હતુકે જે લોકો હોમગાર્ડમાં ક્યારેય ભરતી થયા નથી તેવા લોકોના બનાવટી રાજીનામાંના પ્રમાણપત્રો બનાવી 1000 થી વધારે લોકોની ગેર કાયદેસર ભરતી કરવામાં આવી, આ બાબતે માવજીભાઈ સરવૈયા દ્વારા GISFS ના આર ડી બરંડા સાહેબને પુરાવા સાથે રજૂઆત કરતા તેમણે 30 જેટલા GISFS ના ગાર્ડ ને સસ્પેન્ડ કરેલ આમ વિવિઘ મુદ્દાઓ ઉપર પુરાવો એકઠો કરીને માવજીભાઈ સરવૈયાએ વિવિઘ ઓફિસો થી ગૃહ સચીવ સુધી રજૂઆત કરી કરીને થાકી ગયો છું તેવું પત્ર મા જણાવ્યુ હતુ. માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે મારા વતન થી 400 કિલોમીટર દૂર અંબાજી ખાતે મારી બદલી કરાઈ જેમાં મારા ઘરનું ગુજરાન ચાલતુ નથી, હું મારા સંયુક્ત પરિવાર મા ભાવનગર જિલ્લાના શિહોર ખાતે વસવાટ કરુ છુ.

Advertisement

Image preview

અંબાજીમાં જ્યારે જ્યારે Vip કે Vvip આવે ત્યારે મને નજરકેદ કરાય છે 

માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું છે કે અંબાજીમાં મારી નોકરી છેલ્લા દોઢ વર્ષથી છે અને અંબાજીમાં જ્યારે જ્યારે કોઈ વીઆઈપી કે વીવીઆઈપી આવે ત્યારે મને નજરકેદ કરવામાં આવે છે, માવજીભાઈ એ વધુમાં જણાવ્યું છે કે જ્યાં વીઆઈપી લોકો ન આવતા હોય ત્યાં મારી બદલી કરવી.

સીઈઓ બરંડા સાહેબ મને માનસિક ત્રાસ અને સસ્પેન્ડ કરવાની ધમકી આપે છે 

માવજીભાઈ દ્વારા પત્ર મા જણાવવામાં આવ્યું છે કે હું દસ દિવસ રજા રિપોર્ટ આપીને જવું તોય મને Ceo દ્વારા નોટિસ આપવામાં આવે, સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવે છે.બરંડા સાહેબ મને માનસિક ત્રાસ આપે છે. ભરતી કૌભાંડમાં સંડોવાયેલા લોકોની બદલી થાય છે પણ મારી બદલી નહીં કરતા અને મને સસ્પેન્ડ કરવાની ધમકીની કાર્યવાહીથી હું થાકી ગયો છું. આટલા દૂર વતન થી આટલા પગારમાં મારા પરિવારનું ભરણપોષણ થતું નથી અને મારા જીવને જોખમ છે અને અંબાજીમાં ગમે ત્યારે હુમલો થાય તેમ છે. અંબાજીમાં મારાથી નોકરી થાય તેમ નથી અને મારી બદલી આ લોકો કરતા નથી, એટલે આપ સાહેબ મને ઈચ્છા મૃત્યુને મંજૂરી આપવામાં આવે તેવી વિનંતી છે આવો પત્ર માવજીભાઈ સરવૈયાએ રાજ્યપાલને ઉદેશી ને લખ્યો છે અને તેની નકલ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને પણ મોકલી છે.

આ  પણ  વાંચો -વિદેશ પ્રવાસ પહેલા CM ભૂપેન્દ્ર પટેલ રામનગરી અયોધ્યામાં, રામ લલ્લાના કર્યા દર્શન

Tags :
Advertisement

.