Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Devgarh Baria : બામરોલી ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટા પાયે ગેરરીતી !

Devgarh Baria : દેવગઢબારિયા (Devgarh Baria) તાલુકાના બામરોલી ગામના બામરોલી મુવાડામાં મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લાભાર્થીઓ દ્વારા રજૂઆત કુવા મંજૂર કરાવવાના નામે પૈસા ઉઘરાવી લાભાર્થીઓને એક પણ રૂપિયોન મળતા કુવાની કામગીરી અધુરી રેકર્ડ ઉપર કૂવાની કામગીરી...
devgarh baria   બામરોલી ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટા પાયે ગેરરીતી

Devgarh Baria : દેવગઢબારિયા (Devgarh Baria) તાલુકાના બામરોલી ગામના બામરોલી મુવાડામાં મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લાભાર્થીઓ દ્વારા રજૂઆત કુવા મંજૂર કરાવવાના નામે પૈસા ઉઘરાવી લાભાર્થીઓને એક પણ રૂપિયોન મળતા કુવાની કામગીરી અધુરી રેકર્ડ ઉપર કૂવાની કામગીરી પૂર્ણ કૂવાના બિલની ચુકવણું થઈ ગયું હોવાનું લાભાર્થીઓને જણાય આવતા ઉચ્ચ સ્તરે રજૂઆત કરી તપાસની માંગ કરી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકા મા મનરેગા યોજના હેઠળ થયેલા કેટલાક કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેમ અગાઉ બે ગામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે ત્યારે ફરી એક ગામ કે જ્યાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોના પૈસા તો બારોબાર ખવાયા પણ સાથે લાભાર્થીઓ પાસેથી કામની મંજૂરી પેટે લેવાયેલા હજારો રૂપિયા ખવાઈ જતા લાભાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

(૧)પુનાભાઈ હીરાભાઈ બારીયા.
(૨)બાબુભાઈ મસુરભાઈ બારીયા
(૩)બારીયા સુબતભાઈ મણીલાલ
(૪)બારીયા કેસરસિહ વીરસિંહ
(૫)બારીયા નારસિંગભાઈ રામજીભાઈ તેમજ
(૬)બારીયા નરવતભાઈ બાબુભાઈ

5500  રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા

કુલ છ લાભાર્થીઓ પાસે થી વર્ષ 2019 -2020  માં ગામના એક વચેટિયા દ્વારા મનરેગા યોજના હેઠળ કુવા બનાવી આપવાની લાલચ આપી કુવાની મંજૂરી પેટે તમામ લાભાર્થીઓ પાસેથી એક કુવા દીઠ ૫૫૦૦ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને તે પછીથી આ લાભાર્થીઓને કુવાની મંજૂરી મળી જશે અને તે કામના બિલો નુ ચુકવણું પણ થઈ જશે તેમ કહી લાભાર્થીઓને કુવા ખોદકામ કરવા માટે હિટાચી મશીન મોકલી આપ્યું હતું જે હિટાચી મશીનમાં પણ આ લાભાર્થીઓ દ્વારા ડીઝલ ભરાવી પોતાના ખર્ચે કુવાનું ખોદકામ કરાવ્યું હતું જેમાં પણ લાભાર્થીઓના પૈસા ખર્ચાયા હતા તે પછી કુવા નુ ખોદકામ કર્યા પછી લાભાર્થીઓને કુવા પેટ નાણાં ન મળતા અને સરપંચ ના વચેટીયા દ્વારા કુવાના કામો પૂર્ણ ન કરાવતા આજે પણ આ કુવા અધૂરા જોવા મળી રહ્યા છે

Advertisement

તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી

ત્યારે આ બાબતે અરજદારો દ્વારા તપાસ હાથ ધરતા જે તે અરજદારના નામે ફુવાના બિલો નુ ચુકવણું થઈ ગયું હોવાનું અરજદારોને જણાઈ આવતા અને કુવાની મંજૂરી પેટે આપેલા રૂપિયા તેમજ કુવાના બિલો ના નાણા બારોબાર ઉપડી ગયા હોય અને કુવાની કામગીરી પણ અધુરી હોવાને લઈ અરજદારો દ્વારા આ બાબતે સ્થાનિક રાજકીય નેતા થી લઈ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ બાબતે જો કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો અરજદારો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારાય છે આમ દેવગઢબારિયા તાલુકામાં ફરી વધુ એક ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર નુ ભુત ધુણ્યું હોઈ તેમ જોવા મળી રહ્યું છે.

અહેવાલ -ઈરફાન મકરાણી દેવગઢ બારીયા

આ  પણ  વાંચો - Film Producers: રાડો અને નાડીદોષ જેવી ફિલ્મોના પ્રોડ્યુસરે સુરતમાં કરોડો રૂપિયા ચાઉં કર્યા

આ  પણ  વાંચો - VADODARA : ભાજપના ઉમેદવારોની જીત માટે સમર્થકે આકરી માનતા પૂર્ણ કરી

આ  પણ  વાંચો - VADODARA : BJP MLA ના પેટ્રોલપંપ પર બબાલ સંદર્ભે ધમકી આપનાર સામે ફરિયાદ

Tags :
Advertisement

.