Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Devendra Desai : ખાદી જગતના દિગ્ગજ દેવેન્દ્રભાઈ દેસાઈનું 89 વર્ષની વયે નિધન

Devendra Desai : સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ ખાદી ગ્રામ ઉદ્યોગના પૂર્વ ચેરમેન અને ગાંધીવાદી દેવેન્દ્રભાઈ દેસાઈનું  (Devendra Desai ) નિધન થયું છે. તેઓ દેશના ખાદી બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. 89 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા...
devendra desai   ખાદી જગતના દિગ્ગજ દેવેન્દ્રભાઈ દેસાઈનું 89 વર્ષની વયે નિધન

Devendra Desai : સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ ખાદી ગ્રામ ઉદ્યોગના પૂર્વ ચેરમેન અને ગાંધીવાદી દેવેન્દ્રભાઈ દેસાઈનું  (Devendra Desai ) નિધન થયું છે. તેઓ દેશના ખાદી બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. 89 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા.

Advertisement

Advertisement

તેઓ દેશના ખાદી બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. આશરે 89 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. દેવેન્દ્રભાઈ દેસાઈ ખાદીગ્રામ, ઉદ્યોગ તથા ગામડાના વિકાસ અને સહકારી ક્ષેત્રમાં છેલ્લા 50 વર્ષથી સક્રિય હતા. ગુજરાતમાં ગાંધી વિચારકોની કાયમ ઉણપ રહી છે અને તેમાંય મોર્ડન જમાનામાં ખાદી જેવા વસ્ત્રને જીવંત રાખવું અતિકઠીન છે ત્યારે ખાદી અન ગાંધી વિચારને જીવંત રાખનાર દેવેન્દ્રભાઈ દેસાઈએ અમદાવાદમાં 89 વર્ષની વયે અંતીમ શ્વાસ લીધા છે.

Advertisement

ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ વસ્ત્રાગારથી અંતીમયાત્રા નીકળશે

આજે બપોરે બે વાગ્યે અમદાવાદમાં એલિસ બ્રિજ પાસેના ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ વસ્ત્રાગારથી અંતીમયાત્રા નીકળશે, જે વીએસ સ્મશાનગૃહ જશે. દેવેન્દ્રભાઈ દેસાઈ મનમોહનસિંઘ સરકાર વખતે દેશના ખાદી બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. દેવેન્દ્રભાઈ દેસાઈ ખાદીગ્રામ, ઉદ્યોગ તથા ગામડાના વિકાસ અને સહકારી ક્ષેત્રમાં છેલ્લા 50 વર્ષથી સક્રિય હતા. આ સમાચાર જાણીને ખાદી ઉત્પાદન વેચાણ સાથે જોડાયેલી સંસ્થાઓ અને ગાંધી વિચારધારા લોકોમાં  દુઃખની લાગણી પ્રસરી ગઈ છે.  રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, ભારત સરકારના KVIC ના ચેરમેન હતા. તેમના 6થી વધુ પુસ્તક પ્રકાશિત થયા છે.

આ  પણ  વાંચો - GSSSB : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 266 જગ્યાની ભરતી જાહેર

Tags :
Advertisement

.