Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM Bhupendr Patel એ જુનાગઢમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી

  જૂનાગઢમાં વરસાદી કહેરથી ચારેકોર તબાહી મચાવી છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ અંગે મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની સ્થિતિને લઈ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી દ્વારા સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે બેઠક કરી હતી. જેમાં...
cm bhupendr patel એ જુનાગઢમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી

Advertisement

જૂનાગઢમાં વરસાદી કહેરથી ચારેકોર તબાહી મચાવી છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ અંગે મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની સ્થિતિને લઈ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી દ્વારા સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી દ્વારા વરસાદ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. તેમજ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી કલેક્ટર પણ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં ભાવનગર, સોમનાથ તેમજ જૂનાગઢ કલેક્ટર પણ જોડાયા હતા.

Advertisement

Advertisement

CM ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપી હતી. રાહત કમિશનરે જણાવ્યું હતું કે બેઠકમાં જિલ્લા કલેક્ટરો સાથે જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરોને જરૂરી તમામ પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી.

 સૌરાષ્ટ્રમાં ભારે  વરસાદને  લઈને રાહત કમિશનર આલોક પાંડેએ આપી માહિતી  
રાહત કમિશનર આલોક પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે નવસારી, વલસાડ અને જુનાગઢમા ભારે વરસાદ પૂરની સ્થિતિ સર્જાઇ છે ત્યારે જૂનાગઢમાં 2 NDRF અને 2 SDRF ટીમ મોકલવામાં આવી છે. રાજ્યમાંથી પસાર થઇ રહેલા બે નેશનલ હાઇવે પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હોવાથી બંને નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યા છે.

તો, બે નેશનલ હાઈવેની સાથે સાથે 10 રાજ્ય માર્ગો પણ બંધ કરવાની ફરજ પડી છે. પોરબંદર અને કચ્છમાં એક-એક રોડ બંધ કરવામાં આવ્યો છે. 10 સ્ટેટ હાઈવે ઓવર ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. તો, 271 પંચાયત હસ્તકના કુલ 302 રોડ બંધ કરવામાં આવ્યા છે.

રાહત કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યમાં 736 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જયારે, ચાલુ વરસાદી સીઝનમાં કુલ 93 લોકોના મોત થયા છે. તો છેલ્લા બે થી ત્રણ દિવસમાં 27 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો-અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા, વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા

Tags :
Advertisement

.