Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંઘીનગરમાં ચિયર્સની ચીંસો સંભળાશે, જાણો... ગેનીબેનનું મંતવ્ય

ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં દારૂની છૂટ આપાઈ ગુજરાત સરકાર દ્વારા 22 ડિસેમ્બરના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દારૂ મામલે છૂટ આપવામાં આવી છે. તેના અંતર્ગત ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમ આ ચૂકાદો આપી રાજ્યના નાગરિકોને ચોંકાવી નાખ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પાટનગરમાં...
ગાંઘીનગરમાં ચિયર્સની ચીંસો સંભળાશે  જાણો    ગેનીબેનનું મંતવ્ય

ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં દારૂની છૂટ આપાઈ

Advertisement

ગુજરાત સરકાર દ્વારા 22 ડિસેમ્બરના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દારૂ મામલે છૂટ આપવામાં આવી છે. તેના અંતર્ગત ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમ આ ચૂકાદો આપી રાજ્યના નાગરિકોને ચોંકાવી નાખ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પાટનગરમાં ગિફ્ટ સીટીની અંદર દારૂ પીવા પર છૂટ આપવામાં આવી છે.

ગિફ્ટ સીટીમાં દારૂ મામલે ધારાસભ્ય ગેનીબેનને આપી પ્રતિક્રિયા

Advertisement

ત્યારે ગાંધીનગરની ગિફ્ટ સીટીમાં દારૂ પીવાની છૂટ મામલે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગાંધીજીના ગુજરાતમાં બંધારણીય રીતે દારૂ બંધીનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય તે માટે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી તે ખરેખર નિંદનીય છે.

કોઈપણ માણસ દારૂ પીને પકડાશે અને ક્રાઈમ કરશે તો એક જ વાત આવશે કે તેને ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે. ગુજરાતના દારૂડિયાઓ અને બુટલેગરોને દારૂ માટે માઉન્ટઆબુ અને અન્ય રાજ્યોમાં જવું પડતું હતું એની જગ્યાએ ગુજરાત સરકારે તેમને ગુજરાતમાં જ વ્યવસ્થા કરી આપી છે. ગુજરાત સરકારે ગુજરાતને કલંક લગાડવા માટેનો જે નિર્ણય લીધો છે તેને અમે વખોડીયે છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા B.K શિવાની દીદીનો ” સંબંધોમાં મધુરતા” વિષય ઉપર આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.